ક્રિશ 4 ભારતની સૌથી મોંઘી ફિલ્મ બની શકે છે, જાણો ક્યારે શરૂ થશે શૂટિંગ

Krrish 4 can become India's most expensive film, know when the shooting will start

2 Min Read

Entertainment: ક્રિશ 4 વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મનું અંદાજિત બજેટ આશરે 700 કરોડ રૂપિયા હશે. જો આ હકીકત સાબિત થાય, તો ક્રિશ 4 ભારતની સૌથી વધુ બજેટવાળી ફિલ્મ બની જશે. પ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા રાકેશ રોશન ક્રિશ સિરીઝનો ચોથો ભાગ લઈને આવી રહ્યા છે. હૃતિક રોશન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવશે. ફિલ્મના શૂટિંગ વિશે રાકેશ રોશને મહત્વની અપડેટ આપી છે. રાકેશ રોશને ANIને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, “ક્રિશ 4 લગભગ તૈયાર છે. ટુંક સમયમાં હું તેની જાહેરાત કરીશ

Thank you for reading this post, don't forget to subscribe!

ભારતની અત્યાર સુધીની મોંઘી ફિલ્મો
જો 700 કરોડ રૂપિયાના બજેટ સાથે ક્રિશ 4 બને છે, તો તે ભારતની સૌથી મોંઘી ફિલ્મ હશે. હાલમાં, આ ટોપ-બજેટ ફિલ્મોની યાદી છે:

  1. ક્રિશ 4 (આંદાજિત) – 700 કરોડ
  2. કલ્કિ 2898 AD (2024) – 600 કરોડ
  3. પુષ્પા 2 (2024) – 500 કરોડ
  4. સાહો (2019) – 350 કરોડ
  5. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન (2018) – 300 કરોડ
  6. દેવરા: ભાગ 1 (2024) – 300 કરોડ
  7. બાહુબલી: ધ કન્ક્લુઝન (2017) – 250 કરોડ
  8. પદ્માવત (2018) – 215 કરોડ

બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ, કોઈ પણ સ્ટુડિયો કે પ્રોડક્શન હાઉસ 700 કરોડનો રોકાણ કરવા તૈયાર નથી. જેના કારણે ફિલ્મનું શૂટિંગ હાલ અટક્યું છે. આ ફિલ્મ 2025માં શરુ થવાની હતી, પણ બજેટની સમસ્યાને લીધે 2026માં શરૂ થવાની શક્યતા છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03