Business news: એક ઉડાન દરમિયાન એક અજીબ ઘટના બની કે જેના કારણે મુસાફરો માટે શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો. ફોનિક્સથી ઓસ્ટિન જતી ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા લોકો માટે આ એક અનોખી અને અસ્વસ્થ બનાવનારી ઘટના બની. ફ્લાઇટમાં બેઠેલા એક મુસાફરે વારંવાર ગેસ છોડી રહ્યો હતો, જેના કારણે સમગ્ર ફ્લાઇટમાં દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. અન્ય મુસાફરો આ સ્થિતિથી એટલા પરેશાન થઈ ગયા કે તેઓએ ક્રૂ મેમ્બરોને ફરિયાદ કરી. આ ફરિયાદ પાઇલોટ સુધી પહોંચી અને સ્થિતિને ગંભીરતાપૂર્વક જોતા, પાઇલોટે ફ્લાઇટને અધવચ્ચે ઉતારવાનો નિર્ણય લીધો છે.
Thank you for reading this post, don't forget to subscribe!મુસાફરોની નારાજગી અને વિવાદ
જ્યારે પાઇલોટ અને ક્રૂ મેમ્બર્સે એ મુસાફરને એડ્રેસ કર્યો, ત્યારે તેણે કોઈપણ પ્રકારની જવાબદારી સ્વીકારવાનો ઇનકાર કર્યો અને અનૈતિક વલણ અપનાવ્યું. ગેસ છોડતા મુસાફર અને અન્ય મુસાફરો વચ્ચે તર્કવિતર્ક પણ થયા. એ મુસીબતને ટાળવા માટે ક્રૂએ નિર્ણય લીધો કે આવા મુસાફરને ફ્લાઇટમાં રાખવું મુશ્કેલ છે અને તેને ડીબોર્ડ કરાવવું જરૂરી છે. અંતે, પાઇલોટે નિર્ણય લીધો અને એ મુસાફરને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યો છે.
ફ્લાઇટ સલામતી અને નિયમો
મહત્વનું છે કે, જો કોઈ મુસાફર અન્ય મુસાફરો માટે પરેશાનીનું કારણ બને, તો એરલાઇન્સ ક્રૂ તેને ફ્લાઇટમાંથી ઉતારવા માટે નિર્ણય લઈ શકે. જો મુસાફર શંકાસ્પદ હોય અથવા અનૈતિક વર્તન કરે, તો પાઇલોટની મંજૂરીથી તેને ડીબોર્ડ કરી શકાય છે.
કેટલીક એરલાઇન્સ ટિકિટ બુક કરતા પહેલા મુસાફરોના આરોગ્ય સંબંધિત માહિતી લે છે. એ સંજોગોમાં, જો કોઈને કોઈ શારીરિક તકલીફ હોય, તો ફ્લાઇટ સટાફને તે અંગે જાણ કરવા સલાહ આપવામાં આવે છે, જેથી મુસાફરી આરામદાયક બની શકે છે. આ ઘટના મુસાફરી દરમિયાન શિસ્ત અને શિસ્તભંગની ગંભીરતા દર્શાવે છે. મુસાફરો માટે, જાહેર સ્થળોએ અનુકૂળતા અને શિસ્ત જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી સહ-મુસાફરો માટે પરિસ્થિતિ અનુકૂળ રહે છે.