Entertainment: સોશિયલ મીડિયા પર સતત ચમકતી ‘મહાકુંભની વાયરલ ગર્લ’ મોનાલિસા ફરી એક વખત ચર્ચામાં આવી છે. તાજેતરમાં મોનાલિસાએ તેના એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે “પ્રેમરોગ”ની દવા પુછતી નજરે પડે છે. જો કે, આ માત્ર એક એક્ટિંગનો ભાગ છે, પણ તેના અભિનયને લઈને નેટિઝન્સમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
હોળી પર મોનાલિસાએ ગાલો પર ગુલાલ લગાવીને એક જબરદસ્ત ડાન્સ પર્ફોર્મ કર્યો હતો. આ સાથે જ તેણે ‘જોગી જી વાહ જોગી’ ગીત પર મનમોહક એક્સપ્રેશન સાથે એક્ટિંગ પણ કરી હતી. નેટિઝન્સને મોનાલિસાનો આ અંદાજ ખૂબ જ ગમ્યો છે અને આ વીડિયો વાયરલ થતો જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, મોનાલિસા હાલમાં ઈન્દોરમાં છે, જ્યાં તે સનોજ મિશ્રાની આગામી ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’ માટે એક્ટિંગ શીખી રહી છે. ઉપરાંત, તે અભ્યાસ સાથે-સાથે સોશિયલ મીડિયામાં સતત સક્રિય રહી છે અને અવારનવાર પોતાના વીડિયો અને તસવીરો શેર કરીને ચાહકોને અપડેટ આપી રહી છે.
‘કબ સે ખડી હૈ રાધા’ એમ કહીને પ્રેમરોગની દવા પુછતો મોનાલિસાનો વીડિયો ફરી એકવાર તેની લોકપ્રિયતા સાબિત કરી રહ્યો છે. એચપ્લેસ અને ઉત્સાહથી ભરપૂર મોનાલિસાના ફેન્સ હવે તેની આગામી ફિલ્મમાં શાનદાર પરફોર્મન્સ જોવા આતુર છે.