India: પંજાબના મોગામાં એકનાથ શિંદેની શિવસેનાના જિલ્લા વડા મંગત રાય મંગાની હત્યા થઈ છે. અજાણ્યા શખ્સોએ ગોળી મારી તેમની જીવલેણ હત્યા કરી. આ હુમલામાં એક 11 વર્ષનું બાળક પણ ઘાયલ થયું છે. વિશ્વ હિન્દુ શક્તિના રાષ્ટ્રીય અધ્યક્ષ જોગિન્દર શર્માએ જણાવ્યું હતું કે મંગત રાય મંગા શિવસેનાના જિલ્લા પ્રમુખ હતા અને તેમને ગુરુવાર રાત્રે ગોળી મારી દેવામાં આવ્યા. રાત્રે લગભગ 10 વાગ્યે મંગા મોગાના ગિલ પેલેસ નજીક એક ડેરીમાં દૂધ લેવા ગયા હતા. આ દરમિયાન, ત્રણ હુમલાખોરોએ તેમની પર તાબડતોબ ગોળીબાર કર્યો.
Thank you for reading this post, don't forget to subscribe!11 વર્ષનું બાળક પણ ઘાયલ
ગોળીબારની ઘટનામાં મંગત રાય મંગાને શરુઆતમાં કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ ત્યાં હાજર 11 વર્ષના બાળક થોમસને ગોળી વાગી. હુમલાખોરો મંગત રાય મંગાનો પીછો કરતા રહ્યા અને સ્ટેડિયમ રોડ પર થોડે દૂર તેમની ગોળી મારીને હત્યા કરી નાખી. પોલીસને જાણ થતાં જ તેઓ મોગા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ડૉક્ટરોએ મંગત રાય મંગાને મૃત જાહેર કર્યા. ઘાયલ બાળક થોમસને મોગા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે DMC રિફર કરવામાં આવ્યો.
મંગત રાય મંગાની પુત્રીની ન્યાયની માંગ
મંગત રાય મંગાની પુત્રીએ જણાવ્યું કે તેમના પિતા રાત્રે 8 વાગ્યે દૂધ લેવા નીકળ્યા હતા અને ત્યારબાદ તેમનો કોઈ સંપર્ક થયો નહોતો. 11 વાગ્યે ખબર પડી કે ગોળી વાગવાને કારણે તેમનું મૃત્યુ થયું છે. પરિવાર ન્યાયની માંગ કરી રહ્યો છે. મોગામાં ગુરુવારે રાત્રે અન્ય એક ઘટનામાં બગિયાના બસ્તીમાં સલૂન માલિક દેવેન્દ્ર કુમાર પર પણ ગોળીબાર થયો. ત્રણ શખ્સો મોટરસાઈકલ પર આવી, વાળ કાપવાનું કહેતા સલૂનમાં ઘૂસી, અને બે ગોળીઓ ફાયર કરી. એક ગોળી તેમના પગમાં વાગી, ત્યારબાદ તેમને મોગા મેડિસિટી હોસ્પિટલમાં રેફર કરાયા.
DSP સિટી રવિન્દર સિંહે જણાવ્યું કે એક જ સમયે બે અલગ-અલગ સ્થળોએ ગોળીબારની ઘટનાઓ બની. મંગત રાય મંગાની સ્ટેડિયમ રોડ પર હત્યા કરવામાં આવી. પોલીસ ટીમે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.