Education: શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગરમાં અભ્યાસ કરતી નેત્રા ચૌધરીએ તા.28,29 ફેબ્રુઆરી અને 01 માર્ચ 2025 ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ રમતગમત સંકુલ, જીમખાના, પાટણ ખાતે આયોજિત “રાજમાતા નાયિકાદેવી ખેલકૂદ મહોત્સવ – 2025” માં ભાગ લઈ ગોળાફેક અને ચક્રફેક બંને રમતમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા.
Thank you for reading this post, don't forget to subscribe!મહોત્સવ-2025 માં ગોળાફેક અને ચક્રફેકમાં ભાગ લઈ ઉત્કૃષ પ્રદર્શન કરી બંને રમતમાં ગોલ્ડ મેડલ મેળવી આદર્શ શૈક્ષણિક સંકુલ,વિસનગરનું ગૌરવ વધારેલ છે. તેણીએ ગોળાફેકમાં 9.19મી. ગોળો ફેકી યુનિવર્સિટી રેકોર્ડ બ્રેક કરેલ છે, તથા 30.55 મી. ચક્ર ફેકી ચક્રફેકમાં પણ યુનિવર્સિટી રેકોર્ડ બ્રેક કરેલ છે. નેત્રાની આ સિદ્ધિ બદલ સમગ્ર આદર્શ પરિવાર તથા કેળવણી મંડળ ગૌરવની લાગણી અનુભવે છે અને આગળ પણ આવી ઉમદા પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવે છે.