World: દક્ષિણ કોરિયામાં વાયુસેનાની એક ગંભીર ભૂલ સામે આવી છે. ગુરુવારે, વાયુસેનાની તાલીમી કવાયત દરમિયાન, KF-16 ફાઇટર જેટમાંથી આઠ બોમ્બ ભૂલથી ઉત્તર કોરિયાની સરહદ નજીક પડ્યા હતા, જેમાં 15 જેટલા લોકો ઘાયલ થયા છે. વાયુસેનાએ આ દુર્ઘટના વિશે માહિતી આપી છે. જો કે, અકસ્માત ક્યાં થયો તે સ્પષ્ટ કર્યું નથી, પરંતુ દક્ષિણ કોરિયાના મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના ઉત્તર કોરિયાની સરહદ નજીકના પોચેઓન શહેરમાં બની હતી.
Thank you for reading this post, don't forget to subscribe!એરફોર્સના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે KF-16 ફાઈટર જેટમાંથી અજાણતા આઠ MK-82 બોમ્બ છોડાયા. તમામ બોમ્બ નિર્ધારિત ફાયરિંગ રેન્જની બહાર જઈ પડ્યા. સદનસીબે માત્ર થોડાંક નાગરિકો જ ઘાયલ થયા, અને કોઈ મોટી દુર્ઘટના ટળી. વાયુસેનાએ સ્પષ્ટતા કરી કે આ માનવીય ભૂલ હતી અથવા ટેકનિકલ ખામી, અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
એરફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘KF-16 ફાઇટર એરક્રાફ્ટ દ્વારા ફાયર કરવામાં આવેલા MK-82 બોમ્બ અનાયાસે ફાયરિંગ રેન્જની બહાર પડ્યા હતા, જેના કારણે નાગરિકોને જાનહાનિ થઈ હતી. આ દુર્ઘટનાના કારણની તપાસ કરવા અને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. ફાઈટર એરક્રાફ્ટ વાયુસેના સાથે સંયુક્ત કવાયતમાં ભાગ લઈ રહ્યું હતું. વાયુસેનાએ નાગરિકોને થયેલા નુકસાન માટે ક્ષમાયાચના કરી અને ઘાયલોની વહેલી તકે સાજા થવાની કામના વ્યક્ત કરી. સાથે જ તેણે પીડિતોને વળતર આપવાની ખાતરી આપી અને અન્ય જરૂરી પગલાં લેવા અંગે પ્રતિબદ્ધતા દર્શાવી.’