CRIME:મહિલાઓના આપત્તિ જનક વિડિઓ વાઇરલ કરનારા ઝડપાયા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમોને ઝડપી પાડ્યા

Thank you for reading this post, don't forget to subscribe!

CRIME NEWS: સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર સાઇબર ક્રાઇમના કિસ્સામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ (CRIME BRANCH) ની ટીમે 3 આરોપીઓની ધરપકડ કરીને ખુલાસા કર્યા છે.અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી (DCP) લવીના સિંહાના જણાવ્યા અનુસાર પ્રયાગરાજના યુટ્યૂબરના મોબાઈલમાંથી કુંભમાં નહાતી મહિલાઓના વીડિયો અપલોડ થયા છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક CCTV ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમોને ઝડપી પાડ્યા છે. તપાસમાં ત્રણેયે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે. સાથે દેશની 60-70 હોસ્પિટલના CCTV પણ હેક થયાની શક્યતા છે.

વીડિયો વેચીને મોટી રકમ મેળવી :

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમોને ઝડપી ને આકરી પુછપરછ કરતા તપાસમાં ત્રણેયે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે. આ ત્રણેય આરોપી યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના વીડિયો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે.

કુમ્ભમાં સ્નાન કરતી મહિલાઓના વિડિઓ અપલોડ કર્યા :

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહિલાઓના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને રૂપિયા કમાતા ત્રણ લોકોને અલગ અલગ રાજ્યમાંથી ઝડપી લીધા છે. હજી આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે પ્રયાગરાજથી પકડાયેલા આરોપીની ચેનલમાં કુંભના વીડિયો અપલોડ થયા હોવાની વિગતો સામે આવી છે. હવે આ વીડિયો તેણે જાતે ઉતાર્યા છે કે કોઈની પાસેથી મેળવ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમગ્ર તપાસમાં અલગ અલગ 60થી 70 હોસ્પિટલના સીસીટીવી હેક થયા હોવાની શક્યતાના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ રેકેટ એક વર્ષથી ચાલતું હતું, જેમાં અનેક સ્ત્રીઓના વીડિયો આ લોકોને વેચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

CCTV ભારત બહાર રોમાનિયા અને એટલાન્ટાથી હેક થયા :

ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા અનુસાર ,મહારાષ્ટ્રનો પ્રજ્વલ તૈલી મુખ્ય આરોપી જે વિડિઓ વેચીને આઠ મહિનામાં લાખો રૂપિયા કમાયો હતો. આરોપી આ વીડિયોને 800 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીમાં વેચતો હતો.પોલીસને જે IP એડ્રેસ મળ્યા છે તે રોમાનિયા અને એટલાન્ટાથી હેક થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સાથે દેશની 60-70 હોસ્પિટલના વીડિયો હેક કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

પાયલ હોસ્પિટલ રાજકોટના CCTV ફેબ્રુઆરી-માર્ચ 2024માં હેક થયા :

CYBER CRIME BRANCH દ્વારા પ્રથમ થિયરી મુજબ પાયલ હોસ્પિટલના CCTV ફૂટેજ હેકરે કેવી રીતે હેક કર્યા અંગેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. બીજી થિયરીમાં ત્રણ આરોપી પાસે વીડિયો ક્યાંથી અને કેવી રીતે આવ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પાયલ હોસ્પિટલના CCTV વર્ષ 2024માં ફેબ્રુઆરી-માર્ચ માસમાં હેક થયા હતા. હોસ્પિટલમાં દર્દી દ્વારા સારવાર સમયે આક્ષેપ થતા CCTV લગાડવામાં આવ્યા હતા.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03