ગાંધીનગર: નાણામંત્રી કનુભાઇ દેસાઈએ 2025-26નું બજેટ રજૂ કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે, ઊર્જા સુરક્ષા માટે 2030 સુધીમાં રીન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક વધારીને 100 ગીગા વોટથી વધુ કરવાનું આયોજન છે.
Thank you for reading this post, don't forget to subscribe!હાલમાં 37 ગીગાવોટના રીન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ કાર્ય કચ્છ ખાતે પ્રગતિ હેઠળ છે. એનર્જી સ્ટોરેજ અને પંપ સ્ટોરેજ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજપત્રમાં વિશેષ જોગવાઇ કરવામાં આવેલ છે.
ગુજરાત ભૂકંપ, ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓની શક્યતાઓ ધરાવતું રાજ્ય છે. આપત્તિ વ્યવસ્થાપનને ઝડપી બનાવવાના લક્ષ્ય સાથે સાયકલોન પ્રતિરોધક વીજ માળખું, રસ્તાઓ તથા અન્ય માળખાકીય સુવિધાઓ બનાવવાનું આયોજન છે.
રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોરીડોર તેમજ એકસપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં કુલ ₹ 1020 કરોડની જોગવાઇ સૂચવું છું. “ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરીડોર” પ્રોજેકટ હેઠળ 1367 કિ.મી.ના 12 નવીન હાઇસ્પીડ કોરીડોર વિકસાવવામાં આવશે.