વઢિયાર રાવળદેવ યોગી સમાજ દ્વારા રાધનપુર ખાતે સમૂહ લગ્ન યોજાશે

સમાજના અગ્રણીઓ,સાધુસંતો ની હાજરીમાં 21 યુગલો પ્રભતામાં પગલાં પાડશે

Thank you for reading this post, don't forget to subscribe!

PATAN NEWS: વઢિયાર રાવળદેવ યોગી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા રાધનપુર ખાતે રાવળદેવ યોગી સમાજના ચતુર્થ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 21 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે. ટ્રસ્ટ દ્વારા તારીખ 17-02-2025 ને સોમવારના રોજ મહેસાણા રાધનપુર હાઇવે પર સમાજની જગ્યામાં ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્તમાન સમયમાં લગ્નમાં થતા વધારાના ખર્ચ ટાળવા માટે વિવિધ સમાજો દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે.પાટણ જિલ્લાના સમી, શંખેશ્વર, રાધનપુર,સાંતલપુર તાલુકાના રાવળદેવ યોગી સમાજ દ્વારા ટ્રસ્ટ ચલાવવામાં આવે છે. જેમાં ટ્રસ્ટ દ્વારા સમાજના વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. જેના ભાગરૂપે ટ્રસ્ટ દ્વારા ચોથી વાર સમૂહ લગ્નનું આયોજન છે. જેમાં સાધુ સંતો થી માંડીને સાંજના અગ્રણીઓ અને રાજકારણીઓ પણ હાજરી આપવાના છે.ટ્રસ્ટ દ્વારા આજે રાધનપુરના ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોરને આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી હતી.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03