India: નવી દિલ્હીથી ફ્રાન્સની ઉડાન ભરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન પાકિસ્તાનમાં ઘૂસી ગયું હતું. PM મોદીનું વિમાન લગભગ 46 મિનિટ સુધી પાકિસ્તાનના એરસ્પેસમાં રહ્યું, જેના લીધે ઈસ્લામાબાદમાં ખળભળાટ મચી ગયો હતો. પાકિસ્તાનના એક સ્થાનિક મીડિયાએ આ માહિતી શેર કરી હતી. મીડિયા અનુસાર, નાગરિક ઉડ્ડયન સૂત્રોનું જણાવવું છે કે, નવી દિલ્હીથી પેરિસની મુલાકાત દરમિયાન ભારતના PM નરેન્દ્ર મોદીના વિમાને પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો હતો.
Thank you for reading this post, don't forget to subscribe!અફઘાન હવાઈ ક્ષેત્ર બંધ હોવાના કારણે વિમાનને મંજૂરી
PM નરેન્દ્ર મોદીનું વિમાન ‘ઈન્ડિયા 1’ શેખપુરા, હાફિઝાબાદ, ચકવાલ અને કોહાટ થઈને પાકિસ્તાની ક્ષેત્રમાં પ્રવેશ્યું અને 46 મિનિટ સુધી ત્યાં રહ્યું. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે, અફઘાન હવાઈ ક્ષેત્ર બંધ હોવાના કારણે ભારતીય PMના વિમાનને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પહેલીવાર નથી જ્યારે PM નરેન્દ્ર મોદીના વિમાને પાકિસ્તાની હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કર્યો હોય. ગત વર્ષે ઓગસ્ટમાં પણ મોદીના વિમાને પોલેન્ડથી દિલ્હી મુસાફરી દરમિયાન પાકિસ્તાની હવાઈ માર્ગ અપનાવ્યો હતો.
વિમાનની અવરજવર અને વિમાની માર્ગ
નવી દિલ્હીથી ઉડાન ભરી એ દિવસે PM નરેન્દ્ર મોદીનું વિમાન રાત્રે લગભગ 11:00 વાગ્યે પાકિસ્તાની સરહદમાં દાખલ થયું અને 46 મિનિટ સુધી ત્યાં રહ્યું. અગાઉ, જ્યારે નરેન્દ્ર મોદી યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સકીને મળવા માટે કિવ ગયા હતા, ત્યારે પણ તેમનું વિમાન પાકિસ્તાની હવાઈ માર્ગમાંથી પસાર થયું હતું.
પાકિસ્તાને માર્ચ 2019માં નાગરિક ફ્લાઈટ્સ માટે તમામ હવાઈ ક્ષેત્રના પ્રતિબંધો હટાવી લીધા હતા અને પોતાના ક્ષેત્ર પર એક મહત્ત્વપૂર્ણ ટ્રાન્ઝિટ એર કોરિડોર ફરીથી ખોલ્યો હતો. જેથી, આંતરરાષ્ટ્રીય ઉડાણો માટે આ માર્ગ વધુ સરળ અને સંભવિત બન્યો છે.