World: એલોન મસ્કની કંપની SpaceX એ ફરી એકવાર અશક્ય લાગતું કાર્ય શક્ય બનાવી દીધું છે. ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર હવે ટૂંક સમયમાં પૃથ્વી પર પરત ફરવાના છે. NASA અને SpaceX એ સંયુક્ત પ્રયાસો દ્વારા તેમની વાપસીની તૈયારી શરૂ કરી છે.
Thank you for reading this post, don't forget to subscribe!NASA એ જાહેરાત કરી છે કે ISS (International Space Station) પર ફસાયેલા બે અવકાશયાત્રી નિર્ધારિત સમય કરતાં થોડા વહેલા પૃથ્વી પર આવી શકે છે. અગાઉ, તેમની વાપસી માટે માર્ચના અંત અથવા એપ્રિલની શરૂઆત નું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, પણ હવે માર્ચના મધ્ય સુધી તેમને પરત લાવવામાં આવશે. તેઓ છેલ્લા આઠ મહિનાથી વધુ સમયથી અવકાશ મથક પર છે.
કેમ મોડું થયું અવકાશયાત્રીઓનું પૃથ્વી પર પરત આવવું?
NASA ના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના મેનેજર સ્ટીવ સ્ટિચે જણાવ્યું હતું કે અવકાશયાત્રા હંમેશા અણધાર્યા પડકારોથી ભરેલી હોય છે. બોઇંગના સ્ટારલાઇનર કેપ્સ્યુલ દ્વારા જૂનમાં બંને અવકાશયાત્રીને પરત લાવવાનું હતું, પણ કેપ્સ્યુલમાં થયેલી તકનિકી ખામીઓ અને સફર દરમિયાન થયેલી મુશ્કેલીઓ ને કારણે નાસાએ તેને ખાલી પરત મોકલવાનું નક્કી કર્યું.
પછી SpaceX એ તેમને પરત લાવવા માટે નવા Crew Dragon Capsule ને તૈયાર કરવા માંડ્યું, પણ તેની પણ લોન્ચિંગમાં વિલંબ થયો. હવે, 12 માર્ચ ના રોજ નવી કેપ્સ્યુલ લોન્ચ થશે, જેના આધારે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર ટૂંક સમયમાં પૃથ્વી પર પરત ફરશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને SpaceX ની ભૂમિકા
સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરની વાપસી પહેલાં, ફેબ્રુઆરી 2025 માટે SpaceX દ્વારા તેમની વાપસીની યોજના ઘડાઈ હતી, પણ તેમાં પણ વિલંબ થયો. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી એલોન મસ્કને આ જવાબદારી સોંપી હતી.
હવે, NASA અને SpaceX એ દાવો કર્યો છે કે તેઓ બંને અવકાશયાત્રીઓને સુરક્ષિત રીતે પાછા લાવવામાં સફળ થશે. જો કોઈ વધુ વિલંબ નહીં થાય, તો સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર માર્ચ 2025 ના મધ્ય સુધી પૃથ્વી પર પરત ફરશે.