Crime: ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી વણ શોધાયેલ ચોરી લુંટ અને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ અને પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ. આર. વાળા તથા અન્ય અધિકારીઓને સખત સુચનાઓ આપી હતી.
Thank you for reading this post, don't forget to subscribe!તા. 11/02/2025ના રોજ, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓના શકદારોની તપાસ માટે ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. દરમિયાન, માહિતી મળી કે હકુબેન ઉર્ફે હકુડી પરમાર, હાલ-સુરત, મુળ-દેવીપુજક વાસ, હાથિયાધાર, પાલીતાણા, ભાવનગર, બાર્ટન લાઇબ્રેરી પાસે, આછા મહેંદી કલર જેવી ફુલડાની ડિઝાઇનવાળી સાડી પહેરીને ઉભી છે. તેની પાસે રોકડ રૂપિયા અને સોનાના દાગીના છે, જે શંકાસ્પદ રીતે મેળવેલ હોવાનું જણાય છે.
આ બાતમીના આધારે, L.C.Bના સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી અને સ્થળ પર તપાસ કરતાં મહિલાના હાથમાં રહેલ આછા ભુરા કલરના ફુલની ડિઝાઇનવાળા કાપડના પાકિટમાંથી કાળા મોતીવાળું સોનાનું એક સરવાળું મંગળસુત્ર તથા ભારતીય ચલણી નોટો મળી આવી. પૂછપરછમાં તેણી સંતોષકારક જવાબ આપી શકી નહોતી, જેના કારણે આ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબ્જે કરવામાં આવ્યો.
પુછપરછ દરમિયાન, આરોપી હકુબેન પરમારે કબૂલાત કરી કે તેણે ગયા રવિવારે સાંજે પીરછલ્લા શેરીની એક સાંકડી શેરીમાં એક મહિલાની થેલી બ્લેડ વડે કાપીને ચોરી કરી હતી. તે થેલીમાંથી મળી આવેલ રોકડમાંથી થોડા રૂપિયા ખર્ચી નાખ્યા હતા અને બાકીના રૂપિયા તથા મંગળસુત્ર વેચવા માટે બાર્ટન લાઇબ્રેરી પાસે ઊભી હતી. આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ માટે સોંપવામાં આવી છે.
પકડાયેલ આરોપી:
હકુબેન ઉર્ફે હકુડી પરમાર
પિતા: ભાવેશભાઇ અજમલભાઇ પરમાર
ઉંમર: 35 વર્ષ
ધંધો: મજૂરી
રહે. હાલ-પુલ નીચે, સીમાડા નાંકે, સુરત
મૂળ: દેવીપુજક વાસ, શકિતનગર, હાથિયાધાર, પાલીતાણા, જી. ભાવનગર
કબ્જે કરાયેલ મુદ્દામાલ:
- કાળા મોતીવાળું એક સરવાળું મંગળસુત્ર
- (વજન: 3 ગ્રામ 750 મિ.ગ્રા.) – કિ.રૂ. 2,500/-
- રોકડ રૂપિયા – રૂ. 14,700/-
કુલ મુદામાલ: રૂ. 17,200/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ. આર. વાળા ના માર્ગદર્શન હેઠળ,
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર: શ્રી V.V.ધ્રાંગુ
- એલ.સી.બી. સ્ટાફ: ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, મહેન્દ્રભાઇ ચૌહાણ, સંજયભાઇ ચુડાસમા, અનિલભાઇ સોલંકી, જાગૃતિબેન કુંચાલા, નેત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ. આ સફળ કાર્યવાહીને કારણે એક મહત્વના ગુન્હાને ઉકેલવામાં આવ્યો છે અને શહેરમાં ચોરીઓ પર નિયંત્રણ લાવવા એક મહત્વનું પગલું ભરાયું છે.