Technology: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી નીતિ અમલમાં, ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર (GCC) પોલિસી (2025-30) લોન્ચ કરી. આ પોલિસી અંતર્ગત, ઇનોવેશન અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપી ગુજરાતને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં GCC હબ તરીકે સ્થાપિત કરવાનો ધ્યેય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની ખ્યાતિમાં વધુ એક ઉમેરો થયો છે.
પોલિસી હાઈલાઈટ્સ:
- રાજ્યમાં ઓછામાં ઓછા 250 નવા GCCની સ્થાપનાનું લક્ષ્ય.
- રૂ. 10,000 કરોડથી વધુનું રોકાણ અને 50,000થી વધુ નવી રોજગાર તકોની શક્યતા.
- CAPEX અને OPEX સહાય સહિતના વિવિધ પ્રોત્સાહનો.
- કૌશલ્ય નિર્માણને પ્રોત્સાહન આપતી વિવિધ યોજનાઓ.
- ટર્મ લોન પર 7% વ્યાજ સબસિડી (મહત્તમ રૂ. 1 કરોડ સુધી).
આર્થિક વૃદ્ધિ અને રોજગારીમાં વધારો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઇમર્જિંગ સેક્ટર્સ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરાયું છે. ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ, સ્કિલ ડેવલપમેન્ટ, અને ઈનોવેશન માટે ઉત્તમ અવસરો ઊભા કરશે.
પ્રોત્સાહન યોજનાઓ:
- રોજગાર સહાય અને ઇલેક્ટ્રીસિટી રીઇમ્બર્સમેન્ટ.
- ટેક્નોલોજી, ફાઇનાન્સ, એનાલિટિક્સ, એન્જિનિયરિંગ અને R&D સેક્ટર્સમાં પ્રગતિ.
- ટેલેન્ટ ડેવલપમેન્ટ માટે કોર્સ ફી પર 50-75% સુધીની સબસિડી.
- ક્વોલિટી સર્ટિફિકેશન માટે રૂ. 10 લાખ સુધીની સહાય.
GCC પોલિસીનો મુખ્ય હેતુ ગુજરાતને વૈશ્વિક સ્તરે GCC ઇકોસિસ્ટમમાં મોખરાનું સ્થાન અપાવવાનો છે. ગુજરાતના મુખ્ય શહેરો અને GIFT સિટી જેવા પ્રોજેક્ટ્સ સાથે, રાજ્ય ઈન્ડસ્ટ્રી-ફ્રેન્ડલી પોલિસી અને વ્યાવસાયિક માળખાની દ્રષ્ટિએ વધુ મજબૂત બનશે. આ નીતિ વિકસિત ભારત @2047ના લક્ષ્યને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.