થરાદ બસ ડેપો દ્રારા ભોરોલ થી પાલીતાણા બસ સુવિધા ચાલુ કરવામાં આવી

Tharad Bus Depot starts Bhorol to Palitana bus service


Gujarat: જૈન સમાજની માગણીને અનુલક્ષીને થરાદ ડેપો દ્વારા થરાદના લોકસેવક ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના સન્માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની રજૂઆતને પગલે ભોરોલ જૈન તીર્થથી પાલીતાણા જૈન તીર્થ વચ્ચે આજથી નવીન બસ શરૂ કરવામાં આવેલ છે. આજે સવારે થરાદ ડેપોમાં થરાદ શહેર પૂર્વ પ્રમુખ અજયભાઈ ઓઝા, જૈન સમાજના અગ્રણી દિલીપભાઈ દોશી, થરાદ શહેર ભાજપ પૂર્વ મહામંત્રી પ્રકાશભાઈ સોની, માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ પટેલ, ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરીએ બસને લીલી ઝંડી આપી હતી. ભરૂચ થી સવારે 8:30 કલાકે ઉપડી વાયા ઢીમા, વાવ, થરાદ, ડીસા, પાલનપુર, અમદાવાદ ભાવનગર થઈ રાત્રે 11:30 કલાકે પાલીતાણા પહોંચશે.

Thank you for reading this post, don't forget to subscribe!

આ બસ શરૂ થતાં બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામડાઓમાં વસતા જૈન સમાજના લોકોને પાલીતાણા જવામાં ઘણી સરળતા રહેશે. સવારે 05:30 કલાકે પાલીતાણા થી ઉપડી વાયા એ જ રૂટ ઉપર સાંજે 05:00 કલાકે થરાદ પરત આવશે જેથી આ બસનો તમામ જાહેર જનતાને લાભ લેવા થરાદ ડેપો મેનેજરે જાણકારી આપવામાં આપી ભોરોલ થી પાલીતાણા બસનું ભાડું ₹ 314 રહેશે તેમ જણાવ્યું હતું, થરાદ ડેપો દ્વારા દૈનિક 92 વાહનોની મદદથી રોજિંદા 38,801 કિમીનું સંચાલન કરી સરેરાશ 20,000 મુસાફરોને બસની સુવિધાનો લાભ આપવામાં આવી રહ્યો છે.

અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03