Gujarat: ભાવનગર શહેરના વડવાતલાવડી વિસ્તારમાં ઊભરાતી ગટરોની સમસ્યા ફરી એકવાર ઉઠી છે. નગરસેવકો અને સત્તાધીશો રોડ પર પસાર થતા સમયે આંખે પાટા બાંધીને પસાર થાય છે. વડવા તલાવડી વિસ્તારમાં ઊભરતી ડ્રેનેજની સમસ્યા ફરીથી વધતા સ્થાનિક લોકોનું જીવન ખુબ જ કષ્ટદાયક બની ગયું છે. તંત્રની અવગણના અને જવાબદાર સત્તાધીશો કે નગરસેવકો તરફથી આ મુદ્દે કોઈ કાર્યવહી ન થાવાને કારણે સ્થાનિકો ગુસ્સામાં છે.
Thank you for reading this post, don't forget to subscribe!ભાવનગર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ વડવા તલાવડી રેલવે ફાટક પાસે છેલ્લા ચાર દિવસથી અવિરત પણે ઉભરાતી ગટરોના કારણે સ્થાનિક રહીશો અને વ્યવસાય ધરાવતા દુકાનદારો ભારે પરેશાની સાથે અસહ્ય હાડમારી વેઠી રહ્યા છે આવા ગંભીર પ્રશ્ન સંદર્ભે વારંવાર રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ જ પરિણામ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ અંગે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર દિવસથી 24 કલાક ભૂગર્ભ ડ્રેનેજ લાઈનોના મેન હોલ માંથી અવિરત પણે અત્યંત દુષિત અને દુર્ગંધ યુક્ત પાણી તથા અન્ય કચરો રોડ પર વહી રહ્યો છે.
આ ગંભીર સમસ્યા સંદર્ભે સ્થાનિક કોર્પોરેટરોનું અવારનવાર ધ્યાન દોરવામાં આવ્યું છે તદ્દપરાંત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગના અધિકારીઓ થી લઈને મેયર કમિશનર સુધી વારંવાર લેખિત મૌખિત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ આ ગંભીર પ્રશ્નો સંદર્ભે કોઈ જ અધિકારીઓ દ્વારા પ્રશ્નો ઉકેલ માટે પગલાં લેવામાં નથી આવ્યા ઉભરાતી ગટરોના કારણે લોકોના જાહેર સ્વાસ્થ્યનો યક્ષ પ્રશ્ન પણ સર્જાયો છે બાળકો વૃદ્ધો આ ગટરના પાણીના કારણે બીમાર પડી રહ્યા છે તો બીજી તરફ ગંભીર રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ પ્રબળ બની રહી છે ત્યારે આ પ્રશ્નોનું તત્કાલ નિરાકરણ આવે એવી સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.
અહેવાલ: ફિરોજ મલેક ભાવનગર