GUJARAT: ભાવનગર LCB પોલીસે 25 વર્ષ જૂના ફરાર આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે આપેલી વિગતો અનુસાર, સુજાણારામ બિરદાસજી બિશ્નોઈ (ઉમર 54) નામનો આરોપી 18 ફેબ્રુઆરી, 2001ના રોજ ભાવનગર એસટી બસ સ્ટેશન પરથી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો.
Thank you for reading this post, don't forget to subscribe!આરોપી રાજસ્થાનથી ગુજરાતમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરવાના ગુનામાં સંડોવાયેલો હતો. એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે, તેને રાજસ્થાનના જાલોર જિલ્લાના સાંચોર તાલુકાના ડેડવાતા ગામના બાંગુડાનીધાણી વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો. ફરાર થયા બાદ તે પોતાના વતનમાં ખેતીનું કામ કરીને રહેતો હતો.
પોલીસની તપાસમાં ખુલ્યું કે આરોપી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દારૂની હેરાફેરી માટે જાણીતા ગુનામાં સંડોવાયેલો હતો અને પકડાયા પછી વારંવાર ફરાર થવામાં નિપુણ હતો. એલસીબીની ટીમે તેને તેના ઘરેથી ઝડપી લીધો અને તેની ઓળખને પક્તા કર્યા પછી ભાવનગર લાવીને નિલમબાગ પોલીસને સોંપી દીધો. હાલમાં આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.