Bhavnagar: કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલી ઘરના ઘરની એક પણ યોજનાનો લાભ જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળ્યો ન હોવાનું જણાવ્યું ભાવનગર શહેર ઝુપડપટ્ટી હિત રક્ષા સમિતિ દ્વારા આજરોજ ઝૂંપડપટ્ટી વસાહતોની માંગને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવા સાથે રજૂઆત કરવામાં આવી હતી અને સરકારી યોજના હેઠળ ઝૂંપડપટ્ટી ધારકોને ઘરનું ઘર ઉપલબ્ધ કરાવવા માંગ કરવામાં આવી હતી. ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી પ્રધાનમંત્રી આવાસ યોજના તથા મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત શહેરમાં વસતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને તદ્દન વ્યાજબી ભાવે ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે રહેઠાણો ઊભા કરવામાં આવ્યા છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને રહેવા માટે ફ્લેટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
Thank you for reading this post, don't forget to subscribe!આ યોજના ને નવ વર્ષ કરતાં વધુ સમય વિત્ય હોવા છતાં ભાવનગર શહેરમાં 20,000 કરતાં વધુ ઝુપડપટ્ટી ધારકોને આ યોજનાનો કોઈ જ લાભ મળ્યો ન હોવાનું ઝૂંપડપટ્ટી હિત રક્ષા સમિતિ દ્વારા જણાવાયું છે આજરોજ જિલ્લા કલેકટરને આ મુદ્દે રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવતા સમિતિના સભ્યોએ કલેકટરને જણાવ્યું હતું. કે યોજના લાગુ કરી દેવાથી લાભાર્થીઓને લાભ મળી શકે એ સત્ય નથી આજની તારીખે પણ ભાવનગર શહેરમાં 20,000થી વધુ લોકો ઝુપડપટ્ટીમાં વસવાટ કરે છે.
આ લોકો પાસે જીવન જીવવા માટે પ્રાથમિક અને અનિવાર્ય સવલતોનો આજે પણ સદંતર અભાવ છે ત્યારે આ ઝુપડપટ્ટી ધારકો કુદરતની રહેમ દ્રષ્ટિ હેઠળ જીવન જીવવા માટે મજબૂર છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસ વિકાસની વાત હેઠળ આવા ઝુપડપટ્ટી ધારકોને ઘરવિહોણા કરી રહી છે અને તેઓ પાસે રહેલ નજીવા આશરા પણ છીનવી રહી છેત્યારે ડિમોલેશન હાથ ધરતાપૂર્વે આવા પરિવારોની સમગ્ર સ્થિતિનો સરકાર તથા તંત્રએ બરાબર અભ્યાસ કરવો જોઈએ અને આ ઝુપડપટ્ટી ધારકોને આવાસ યોજના અંતર્ગત કાયમી રહેઠાણ ફાળવવા જોઈએ હાલમાં શહેરમાં 20,000 ઝુપડપટ્ટી ધારકોને આવાસની તાતી જરૂરિયાત છે એ માટેના 20,000 ફોર્મ સબમીટ કરી જિલ્લા ક્લેકટરને સોંપવામાં અવ્યા છેઅને આવા વિસ્થાપિતોને તત્કાલ પ્રાથમિક સુવિધા સાથેનું સદન ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે.