ભાવનગરમાં નશાકારક કફ સીરપનો જથ્થો ઝડપાયો

Intoxicating cough syrup seized in Bhavnagar

Crime: ભાવનગર SOG પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નશાકારક કફ સીરપનો જથ્થો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. મામલાના વિગત મુજબ, ભાવનગર શહેરના મામા કોઠા રોડ વિસ્તારના ધોરણસર ચકાસણી દરમિયાન, SOG ટીમે એકટીવા સ્કૂટર પર સવાર ધાર્મિક અશોકભાઈ બારૈયા પાસેથી નશાકારક કફ સીરપની 397 બોટલો કબજે કરી હતી.

Thank you for reading this post, don't forget to subscribe!

આ ઉપરાંત, કબજામાં લેવાયેલા મુદ્દામાલમાં કફ સીરપ, સ્કૂટર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 1,44,480નો સામાન શામેલ હતો. આ કેસમાં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ધાર્મિક અશોકભાઈ બારૈયા અને દેવાંગીબેન અનિલભાઈ ઉપાધ્યાય સામે ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ કાર્યવાહી ચાલી રહી છે.

NIRBHAY MARG NEWS

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03