આદર્શ વિદ્યાલય, વિસનગર ખેલ મહાકુંભમાં ઝળકી

Adarsh ​​Vidyalaya, Visnagar shines in Khel Mahakumbh

Education: શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખગ મહાકુંભમાં તાલુકા કક્ષાએ અન્ડર-17 રસ્સાખેચ સ્પર્ધામાં બહેનોની ટીમે દ્વિતિય સ્થાન, અન્ડર-17 કબડ્ડી સ્પર્ધામાં ભાઈઓની ટીમે દ્વિતિય સ્થાન, અન્ડર-17 એથ્લેટિક્સની ઊંચીકૂદ સ્પર્ધામાં તૃતિય સ્થાન તથા 200મી દોડમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓએ ઈનામરૂપે રૂ.17000/- પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.

Thank you for reading this post, don't forget to subscribe!

આ સાથે જિલ્લા કક્ષાએ અન્ડર-17 કબડ્ડી સ્પર્ધામાં ભાઈઓની ટીમે તૃતિય સ્થાન પ્રાપ્ત કરી વિદ્યાર્થીઓએ ઈનામરૂપે રૂ.12000/- પ્રાપ્ત કરી શાળાને જિલ્લા કક્ષાએ ગૌરવ અપાવેલ છે. આમ ખેલ મહાકુંભમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને તથા વ્યાયામ શિક્ષકશ્રી રમેશભાઈ વી.ચૌધરી અને શ્રી ભાવેશભાઈ જી.ચૌધરી ને કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓ અને શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03