Crime: ભાવનગર શહેરમાં ફરીએક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ છેલ્લા બે દિવસમાં મારામારી અને એક યુવાનની હત્યા સહિતના બનાવો બન્યા હતા. અને ગુન્હેગારો, અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ ન હોય જ નહિ તેમ છાશવારે ગુન્હાહીત ઘટનાઓ પ્રકાશમાં ને આવી રહી છે. દરમિયાનમાં મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન શહેરમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં યુવાન પર સમાન્ય બાબતે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ત્રણ શખ્સો હત્યાં નીપજવી હતી. જે બનાવ મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધાતા ગંગાજળિયા પોલીસે આરોપીને ઝડપી લીધા હતા.
શહેરના કાજીવાડ વિસ્તારમાં, લોહાણા જ્ઞાતિની વાડી સામે ગંડાળાના ચોકમાં રહેતા ખાલીદખાન પઠાણના ભાણેજ આમિરખાનના ઘર પાસે અરમાન ઉર્ફે ભોલુ સલીમભાઈ લાખાણી અવારનવાર ગાળો બોલતો હતો. આમિરખાને આ મામલે તેના મામા ખાલીદખાનને માહિતી આપી, જે બાદ ખાલીદખાન પઠાણ અને તેના સંબંધી સાહિલ રાજા તથા મિત્ર મુસ્તુફા ઉર્ફે કાળુભાઈ કાચવાલા અરમાનના પિતા સલીમભાઈ લાખાણીની દુકાને ગયા હતા અને અરમાનને આ વર્તન માટે સમજાવવાની વિનંતિ કરી હતી.
શહેરના શેલારશા ચોક નજીક પથિક આશ્રમ પાસે ચાઈનીઝ પોઇન્ટ વાળા ખાચામાં ઊભા રહ્યા હતા. ત્યાં અરમાન ઉર્ફે ભોલુ, રહેમાન ઉર્ફે દિલીપ ઈરફાનભાઈ ફરિયાણી અને અરમાનનો કારીગર આફતાબ તલવાર સાથે સ્કૂટર પર છરી લઈને પહોંચ્યા અને ‘તમે મારા પિતાને કેમ ફરિયાદ કરી’ તેમ કહી ગાળો આપવા લાગ્યા. જ્યારે આનો વિરોધ કરવામાં આવ્યો, ત્યારે ઉશ્કેરાયેલા શખ્સોએ ખાલીદખાનના મિત્ર મુસ્તુફાભાઈ પર છરી વડે હુમલો કર્યો.
જેના પરિણામે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. આ દરમિયાન, ખાલીદખાન તેમને બચાવવા ગયા, તો આફતાબે તેમને પણ છરી વડે ઇજા પહોંચાડી. સરાજાહેર ખૂની ખેલને કારણે આસપાસના સ્થાનિકો, વાહનચાલકો અને રાહદારીઓ એકત્રિત થયા, જેના પગલે ત્રણેય શખ્સો સ્કૂટર પર ફરાર થઈ ગયા. ઘટનામાં ઇજાગ્રસ્ત મુસ્તુફાભાઈની સ્થિતિ ગંભીર બની, અને હત્યારાઓને પકડવા માટે પોલીસે અમદાવાદ સુધી તપાસ લંબાવી.