નાઈ સમાજ દ્વારા રક્તદાન શિબિર અને લોક સાહિત્ય ડાયરોનું આયોજન

Nai Samaj organizes historic blood donation camp and folk literature diary

Gujarat: નાઈ સમાજ દ્વારા ૧૧મી જાન્યુઆરીના રોજ વાવના ઢીમા ગામે શ્રી ધરણીધર ભગવાન અને સેનજી મહારાજની પવિત્ર છત્રછાયામાં ઐતિહાસિક રક્તદાન શિબિર અને ભવ્ય લોક સાહિત્ય ડાયરો યોજાયો હતો. આ કાર્યક્રમમાં નાઈ સમાજના યુવાઓ અને વડીલોના સહયોગથી 250 બોટલ રક્તનું સંગ્રહ કરવામાં આવ્યું, જે સમાજને આરોગ્યસેવામાં મદદરૂપ થશે. આ શિબિરનું મુખ્ય ઉદ્દેશ નાઈ સમાજના દરેક વ્યક્તિને જરૂરી સમયે સહજતાથી રક્ત ઉપલબ્ધ કરાવવાનું હતું. આ પ્રયાસ નિધી બ્લડ બેંક થરાદ અને આદર્શ બ્લડ બેંક થરાદના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ થયો.

Thank you for reading this post, don't forget to subscribe!

રક્તદાતાઓને સેનજી મહારાજના ફોટા, સન્માન પત્રિકાઓ, અને રૂ. 5લાખના વિનામૂલ્યના વીમાથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજનમાં મુખ્ય ભૂમિકા કેશવભાઈ ભાટી (બેણપ) અને પ્રવીણભાઈ ગોહિલ (કેશરગામ)ની રહી હતી. તેમની સાથે રક્તદાન કેમ્પ સમિતિ અને નાઈ સમાજના યુવાઓ તથા વડીલોએ અનન્ય મહેનત કરીને આ મહાન કાર્યને સફળ બનાવ્યું હતું. આ પહેલ દ્વારા નાઈ સમાજમાં આરોગ્ય અને સેવાના ક્ષેત્રે નવી જાગૃતિ લાવવાનો ઉદ્દેશ હતો. આ અભૂતપૂર્વ આયોજન માટે નાઈ સમાજના દરેક સભ્યો અભિનંદનને પાત્ર છે.

અહેવાલ: અરવિંદ પુરોહિત, થરાદ

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03