Gujarat: ધ્રાંગધ્રાના જિંદગી હોસ્પિટલના પગથિયાં પાસે રાત્રિ દરમ્યાન એક આશ્ચર્યજનક ઘટના બની, જેમાં એક કાર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવવાના કારણે સીધા પગથિયાં પર ચડી ગઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Thank you for reading this post, don't forget to subscribe!ઘટનાક્રમ મુજબ, કારચાલકનું સ્ટેરીંગ પરથી કાબુ છૂટતાં કાર હોસ્પિટલના પગથિયાં પર ચડી હતી. સાથે જ તે ત્યાં પાર્ક કરેલી એક મોટરસાયકલને પણ અડફેટ કરી ગઈ, જેના કારણે મોટરસાયકલનું ભારે નુકસાન થયું. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ચર્ચાનું વિષય બની ગયો છે. કેટલાંક લોકોએ માન્યું કે જો ઘટનાસ્થળે કોઈ દર્દીના સગા બેઠા હોત તો મોટી જાનહાનીની શક્યતા હતી.
ઘટનાની જાણ થતા ધ્રાંગધ્રા સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી. ફૂટેજ પરથી જાણવા મળ્યું છે કે આ કાર ચલાવનાર વ્યક્તિ કોઈ નામાંકિત બિલ્ડર હોવાનો સંકેત છે. આ અકસ્માત હિટ-એન્ડ-રનનો કેસ છે કે નશામાં વાહન ચલાવવાનું પરિણામ છે તે જાણવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
સામાજિક મિડિયામાં વાયરલ થયેલા વિડિયોમાં દેખાય છે કે ઊંચાઈ ધરાવતાં પગથિયાં પર કાર કેવી રીતે ચડી ગઈ તે નજરે જોનાર માટે પણ અચરજ પમાડે છે. હાલ, પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે અને સાચી હકીકત બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ છે.
અહેવાલ : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા