Banaskantha: ઇન્ડિયા ફાઉન્ડેશનના ચેરમેન રામમાધવજીની પ્રેરણાથી ગુજરાત થીંકર ફેડરેશન દ્વારા પ્રથમ વુમન થીંકર મીટનું આયોજન અમદાવાદ ખાતે 11 અને 12 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવી રહ્યું છે. આ મીટમાં બનાસકાંઠા જિલ્લાના પ્રતિનિધિ તરીકે થરાદની હેતલબેન પંચાલની પસંદગી થઈ છે.
Thank you for reading this post, don't forget to subscribe!હેતલબેન પંચાલ સેવાકીય પ્રવૃતિઓ, વિદ્યાર્થીઓ માટેના અભૂતપૂર્વ યોગદાન અને મહિલાઓ માટે ઉત્કૃષ્ટ કાર્ય માટે જાણીતા છે. તેમની આ પસંદગી થકી થરાદ અને બનાસકાંઠા જિલ્લાની પ્રતિભાનું રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન થશે. હેતલબેન પંચાલની પસંદગીની જાહેરાત પછી થરાદ અને આસપાસના વિસ્તારોના લોકોએ હેતલબેનને શુભેચ્છાઓ પાઠવી છે અને તેમની કામગીરીને વધુ પ્રોત્સાહન આપવાનું આગ્રહ વ્યક્ત કર્યો છે.