MP વેંકટેશ મંદિરમાં બે છોકરીઓ હિન્દી સોન્ગ પર ઠુમકા લાગવતી વિડીયો વાયરલ

Video of two girls dancing to a Hindi song at MP Venkatesh temple goes viral

India: આજકાલ રીલ બનાવવાનું વ્યસન એટલું વધી ગયું છે કે લોકો ધાર્મિક સ્થળો જેવા પવિત્ર સ્થાનોનો પણ આદર કરતા નથી. સોશિયલ મીડિયા પર વધુ લાઇક્સ અને કોમેન્ટ્સ મેળવવાની લોભમાં યુવાનો કંઈ પણ કરવા તૈયાર છે.

Thank you for reading this post, don't forget to subscribe!

મધ્યપ્રદેશના સતનામાં વેંકટેશ મંદિર જેવા પવિત્ર સ્થળે બે છોકરીઓએ અભદ્ર ડાન્સનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ ઘટનાએ સમાજમાં ભારે રોષ ફેલાવ્યો છે. મંદિરો માત્ર પૂજાના સ્થળો નથી, પરંતુ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આવી પ્રવૃત્તિઓથી ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે છે. મંદિર સંકુલ હવે માત્ર એક પિકનિક સ્થળ સમાન બની ગયું છે, જ્યાં આખા દિવસ દરમિયાન અસામાજિક તત્વો એકઠા થાય છે. હિન્દુ સંગઠનોનું માનવું છે કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ધાર્મિક આસ્થાનું અપમાન કરે છે. તેમણે આ સ્થિતિને ગંભીર ચિંતાનો વિષય ગણાવી છે અને મંદિરમાં આવી પ્રવૃત્તિઓ પર સખત નિયંત્રણ મુકવાની માગ ઊભી કરી છે.

થોડા સમય પહેલા સરકાર દ્વારા ધાર્મિક સ્થળોને રીલ સ્પોટ તરીકે વાપરવાના મામલે કડક પગલાં લેવામાં આવ્યા હતા. ગયા વર્ષે, કેદારનાથ મંદિર પરિસરમાં રીલ બનાવવા પ્રયાસ કરનારા લોકો પર કાર્યવાહી શરૂ કરી હતી. મે 2024માં, કેદારનાથ મંદિર પરિસરમાં રીલ બનાવનાર 84 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો, જેના પરિણામે સરકારને રૂ. 30,000ની આવક થઈ હતી.

ઉત્તરાખંડ સરકારે કેદારનાથ મંદિર પરિસરથી 50 મીટરના વ્યાસમાં રીલ અને ફોટોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આ વિસ્તારમાં વિડિયોગ્રાફી અને સોશિયલ મીડિયા માટે રીલ બનાવનારા 84 લોકો અને તીર્થક્ષેત્રમાં દારૂ પી હંગામો મચાવનારા 59 લોકો સામે કાયદેસર પગલાં લેવામાં આવ્યા છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03