Gujarat: ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 182થી વધુ દૂધના ટેન્કરોની તપાસ કરવામાં આવી છે. સ્પેશિયલ સ્કોડ દ્વારા રતનપુર, બાજીપુરા, પિતોલ ચેકપોસ્ટ અને હિંમતનગરની સાબર ડેરી સહિત ચાર જગ્યાઓ પર સઘન ચકાસણી કરવામાં આવી હતી. રાજ્યના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર સતત પ્રતિબદ્ધ છે. આ માટે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યની વિવિધ બોર્ડર પર ટેન્કરોની ચકાસણી કરવામાં આવી હતી.
Thank you for reading this post, don't forget to subscribe!આ તપાસ દરમિયાન 40થી વધુ દૂધના નમૂનાઓ સ્થળ પર જ લેવામાં આવ્યા હતા. કુલ ૧૪ ડેરીઓમાં 150થી વધુ ટેન્કરો સહિત 22 લાખ લીટર દૂધની ગુણવત્તાની તપાસ કરવામાં આવી હતી. કમિશનર ડો. H.G કોશિયાએ જણાવ્યું કે, નાગરિકો તરફથી દૂધની ગુણવત્તા અંગે અવારનવાર ફરિયાદો મળતી હોય છે, જેના પરિણામે આ તપાસ કરવામાં આવી. આ તપાસમાં 900 જેટલા દૂધના નમૂનાઓ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા ચકાસવામાં આવ્યા હતા. 15 લાખ લિટરથી વધુ દૂધ ધોરણ મુજબ હોવાનું માલુમ પડ્યું છે, જેમાં કોઈ પણ હાનિકારક પદાર્થોની હાજરી જોવા નથી મળી.
કમિશનરે દ્વારા, રાજ્યકક્ષાની સ્પેશિયલ સ્કોડ દ્વારા વિવિધ ચેક પોસ્ટ પર સઘન તપાસ કરવામાં આવી છે, જેમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી આવતા ટેન્કરોની પણ તપાસ કરવામાં આવી છે. આ સઘન તપાસ દરમિયાન 31 દૂધના ટેન્કરોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 41 નમૂનાઓને મિલ્કોસ્કેન મશીનમાં ચકાસવામાં આવ્યા હતા. આ તમામ નમૂનાઓ ધોરણ મુજબના જોવા મળ્યા હતા.
10,000 થી28,000લિટર ક્ષમતાના ટેન્કરોને સીલ કરીને અને દૂધના રિપોર્ટ સાથે વહન કરવામાં આવ્યા હતા, જેથી વાહનમાં ભેળસેળ અટકાવવામાં આવી શકે. આ ઉપરાંત, તંત્ર સમયાંતરે દૂધના નમૂનાઓ માટે રાજ્યવ્યાપી ડ્રાઈવ પણ ચલાવે છે. ગયા વર્ષે 3300 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી 3 ટકા નમૂનાઓ ધોરણ મુજબ ના હોવાના કારણે કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ રેગ્યુલેશન ઓથોરિટી દ્વારા કરવામાં આવતી આ તપાસો રાજ્યમાં દૂધની ગુણવત્તા જાળવવા માટે મહત્વપૂર્ણ છે.