Flower Show 2025: અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નો ઉદ્ઘાટન કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજાયો, જેમાં મુખ્યમંત્રી સહિત ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શોના મનમોહક આકર્ષણો અને વિવિધ ફ્લાવર સ્કલ્પચર નિહાળી અત્યંત બિરદાવ્યા. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ટ્રી સેન્સસનું લોન્ચિંગ અને મિશન થ્રી મિલિયન ટ્રી કોફી ટેબલ બુકનું અનાવરણ પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, અમિતભાઈ શાહ, અમિત ઠાકર, કૌશિક જૈન, ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી, મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
Thank you for reading this post, don't forget to subscribe!ફ્લાવર શોની વિશેષતાઓ
વિશ્વકક્ષાનો આ ફ્લાવર શો પ્રકૃતિ અને ભારતીય સંસ્કૃતિના સંગમનો પ્રતિનિધિત્વ કરે છે. પ્રકૃતિપ્રેમી અને સંસ્કૃતિપ્રેમીઓ માટે આ શો એક અનોખો અનુભવ છે, જ્યાં ફૂલોથી સજ્જ શિલ્પકલા અને રંગબેરંગી રજૂઆતો તેમને મંત્રમુગ્ધ કરી દે છે. આ શો ફક્ત સુંદરતાની ઉજવણી પૂરતો સીમિત નથી રહેતો, પરંતુ પર્યાવરણીય જાગૃતિ અને સસ્ટેનીબિલિટી માટે પણ કારગર સાબિત થાય છે.
ઝોનવાઈઝ પ્રદર્શન
ફ્લાવર શો આ વર્ષે છ ઝોનમાં વહેંચાયો છે, જેમાં કુલ 10 લાખથી વધુ ફૂલો અને 50થી વધુ પ્રજાતીઓ પ્રદર્શિત છે:
- ઝોન 1: ભારતની આર્થિક વૃદ્ધિ અને વિકાસનું પ્રતીક.
- ઝોન 2: સર્વસમાવિષ્ટતા અને સસ્ટેનીબિલિટી.
- ઝોન 3: ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જ સામેની પહેલ.
- ઝોન 4: ભારતીય સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનું પ્રદર્શન.
- ઝોન 5: પ્રાકૃતિક સૌંદર્યનું પ્રતીક, ફ્લાવર વેલી.
- ઝોન 6: ભવિષ્ય માટેની ભારતની યાત્રા, જેમાં વસુધૈવ કુટુંબકમ અને ઓલિમ્પિક 2036નો સમાવેશ.
ગત વર્ષના રેકોર્ડબ્રેકિંગ 20 લાખથી વધુ મુલાકાતીઓને આ વખતે વધુ આકર્ષણોની અપેક્ષા છે. આ વર્ષે ખાસ ઓડિયો ગાઈડ, ક્યુઆર કોડ દ્વારા માહિતી પ્રાપ્તિ, અને સોવેનિયર શોપ જેવી સુવિધાઓ ઉમેરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અનુસાર આ વર્ષે જનભાગીદારી પર વિશેષ ભાર મુકાયો છે. વિવિધ કોર્પોરેટ અને સરકારી એકમો પણ ભાગીદાર બન્યા છે, જે પર્યાવરણપ્રેમીઓને પ્રોત્સાહિત કરે છે. 2024માં, ફ્લાવર શોએ 400 મીટર લાંબી ફ્લાવર વોલથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું, અને આ વર્ષે વધુ મોટી સફળતાના માર્ગ પર છે.