અમરેલી જિલ્લાના પાટીદાર સમાજની દીકરીના ન્યાય માટે વિનંતી

Request for justice for the daughter of the Patidar community of Amreli district

Amreli: અમરેલી જિલ્લામાં પાટીદાર સમાજની એક કુવારી દીકરીનું સરઘસ કાઢવા બાબતે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું છે કે અમરેલી જિલ્લાના સ્થાનિક સ્તરે રાજકીય સંજોગોમાં અંદરના મતભેદો અને ડખાઓના કારણે, એક ગ્રુપમાં લિટર કોડ થયા હતા. આ પ્રકરણમાં પાટીદાર સમાજની એક દીકરી, જે ઓપરેટર તરીકે ફરજ બજાવતી હતી, તેના પર આરોપ મૂકાયો હતો. દીકરીએ પોતાના માલિકના સૂચન મુજબ ટાઈપ કર્યું હોવા છતાં, આ કૃત્ય કોઈને બદનામ કરવા માટે નહીં, પરંતુ ફરજ બજાવવાના ભાગરૂપે હતું.

Thank you for reading this post, don't forget to subscribe!

તથા છતાં, અમરેલીના ભાજપના કેટલાક આગેવાનોએ, આ દીકરીના કુવારી હોવાના પરિપ્રેક્ષ્યને અવગણીને, ખોટી રીતે તેને ગુનેગાર તરીકે દર્શાવી. રાત્રે 12 વાગ્યે પોલીસે આ દીકરીને ઘેરથી ધરપકડ કરી, અને અમરેલીના મુખ્ય રસ્તા પર તેનો સરઘસ કાઢવામાં આવ્યું, જે રાજકીય આગેવાનો દ્વારા તેમના અહમ સંતોષવા માટે કૃત્ય કરવામાં આવ્યું હતું. જો આ યુવતી ગુનેગાર હોય તો પણ, બંધારણ મુજબ આ પ્રકારના કૃત્યો માટે કોઈને જાહેર રીતે બદનામ કરવા, સરઘસ કાઢવા, અથવા રાત્રિના સમયે ધરપકડ કરવા અટકાવવું જોઈએ.

અમારી શ્રી સરદાર પટેલ સેવાદળ (SPG) દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે આ ઘટનાના નિરાકરણ માટે ન્યાયની માંગણી કરી છે. અમે આ વિવાદમાં યોગ્ય અને ન્યાયસંગત તપાસની માગ કરીએ છીએ તથા તે અધિકારીઓ સામે કડક પગલાં લેવાના અનુરોધ સાથે, હાલની સરકાર અને મુખ્યમંત્રીશ્રીને આ પ્રકરણમાં તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરીએ છીએ.

અહેવાલ : કનકસિંહ રાજપૂત

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03