India: પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ મળશે. તેની સાથે વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડી ડી ગુકેશને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ અને પેરાલિમ્પિક્સ ગોલ્ડ મેડલ વિજેતા પ્રવીણ કુમારને પણ ખેલ રત્ન એવોર્ડ આપવામા આવશે. ગેમ્સ મંત્રાલય 32 ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરશે, જેમાં 17 પેરા એથ્લેટ્સનો સમાવેશ થાય છે.
મનુ ભાકર અને ડી ગુકેશનું નામ ખેલ રત્ન માટે પસંદ કરવામાં આવ્યું છે, અને આ એવોર્ડ આપવાની જાહેરાતમાં અનેક અફવાઓને નકારી દેવામાં આવી છે. મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે, અને ગુકેશે 12 ડિસેમ્બરે ચેસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચીનના ડિંગ લિરેનને હરાવીને આ ટાઈટલ જીતી હતી. તે 18 વર્ષની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન બનવાનો દુનિયાભરનો રેકોર્ડ ધરાવે છે.
હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ભારતીય હોકી ટીમે બે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા, અને પ્રવીણ કુમારે હાઈ જમ્પ T64 ઈવેન્ટમાં એશિયન રેકોર્ડ તોડી દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો.