CNG ગેસના ભાવમાં વધારો, જાણો હવે નવી કિંમત

CNG gas price hike, know the new price now

Business: ગુજરાત ગેસ કંપનીએ ફરી એક વખત સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના ભાવમાં દોઢ રૂપિયાનું વધારો જાહેર કર્યો છે, જેનો સીધો માર CNG વાહન ચાલકો પર પડશે. ભાવ વધારાને કારણે દૈનિક ખર્ચમાં લાખો-કરોડો રૂપિયાનું ભારણ વધશે.

Thank you for reading this post, don't forget to subscribe!

1 જાન્યુઆરીએ નવા વર્ષના આરંભ સાથે જ ગુજરાતીઓએ મોંઘવારીનો માર સહન કરવો પડ્યો છે. ગુજરાત ગેસે CNGના દરમાં 1.50 રૂપિયાનો વધારો કર્યો છે, જે આજેથી અમલમાં આવી ગયો છે.

ગુજરાત ગેસના જાહેર નોટિફિકેશન અનુસાર, નવા વધારાથી સીએનજીની કિંમત 79 રૂપિયા 26 પૈસા થઈ ગઈ છે. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં CNG હજુ પણ સસ્તી છે, પણ વારંવાર વધતા ભાવ વાહન ચાલકો માટે ચિંતાનું કારણ બન્યાં છે.

ગુજરાત ગેસે અગાઉ પણ CNGના ભાવમાં વધારો કર્યો છે, અને હવે ફરી દોઢ રૂપિયાનો વધારો થયો છે. સતત વધતા આ ભાવ ગુજરાતીઓના ઘરખર્ચ પર મોટા અસરકારક સાબિત થાય છે. CNG વાહન ચાલકો માટે આ નવી જાહેરાત આર્થિક બોજ વધારશે, અને મોંઘવારીની ચિંતાને વધુ ઊંડું કરશે.

TAGGED:
Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03