બનાસકાંઠામાં દેવું ભરવા માટે રચ્યું મોતનું ષડયંત્ર

Death conspiracy hatched to pay off debt in Banaskantha

Gujarat: બનાસકાંઠાના વડગામના ધનપુરા ગામમાં હિન્દી સસ્પેન્સ ફિલ્મ જેવી ઘટના સામે આવી છે, જ્યાં માસ્ટરમાઈન્ડ દલપતસિંહ નામના શખ્સે પોતાના જ મોતનું ષડયંત્ર રચ્યું હતું. દલપતસિંહ પર કરોડોનું દેવું હતું, અને તેમાંથી છુટકારો મેળવવા માટે 1 કરોડ રૂપિયાનો વીમો લીધો હતો.

Thank you for reading this post, don't forget to subscribe!

વિમો મેળવવા માટે દલપતસિંહે પોતાના મિત્રોની મદદથી ચાર મહિના પહેલાં મૃત થયા હોવાનું કબરમાં દફનાવાયેલી એક લાશ લાવી, કારમાં મૂકીને સળગાવી દીધી. ત્યારબાદ દલપતસિંહ કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે તેમ બતાવી વીમો મેળવવાનો દાવો કર્યો હતો.

પોલીસે પ્રાથમિક તપાસમાં કારમાં મળેલી લાશની ઓળખ દલપતસિંહના ભાઈ દ્વારા કરી હતી, પરંતુ વધુ તપાસમાં કબરમાંથી લાશ લાવવાની સાબિતી મળી. પોલીસે કઠોર તપાસ કરી અને આ ષડયંત્રને ઉકેલીને ત્રણ આરોપીઓને પકડ્યા છે, જ્યારે માસ્ટરમાઈન્ડ દલપતસિંહ પરમારની શોધખોળ ચાલુ છે.

શુક્રવારે સળગેલી કાર અને અંદર ભડથું થયેલી લાશ મળતાં પોલીસને શંકા થઇ. તેઓએ કંકાલના અવશેષો FSL અને DNA તપાસ માટે મોકલ્યા. ક્રાઇમ સ્પોટની હાલત જોઈને પોલીસે આ ઘટનાને મોટું ષડયંત્ર માની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આખરે સાબિત થયું કે દલપતસિંહે આ અપરાધ માત્ર પોતાના દેવામાંથી મુક્ત થવા માટે અને વીમો મેળવવા માટે કરી હતી.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03