India: મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે આવેલ ઉમિયા ધામ રાઉ પરિસરમાં પાટીદાર સમાજ દ્વારા તાજેતરમાં આયોજિત યુવક યુવતી લગ્ન પરિચય સંમેલનમાં સાંસદ શ્રી હરિભાઈ પટેલે અતિથિ તરીકે હાજરી આપી હતી.
Thank you for reading this post, don't forget to subscribe!આ સંમેલનમાં મધ્યપ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને રાજ્યસભાના સાંસદ શ્રીમતી કવિતા પાટીદાર જી, શ્રી શાંતિલાલ ગામીજી, મધ્યપ્રદેશ પાટીદાર સમાજના અધ્યક્ષ શ્રી કાંતિલાલ પટેલજી તેમજ સમાજના વરિષ્ઠ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, “આપણા સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવતા યુવક યુવતીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ સંમેલન એક મહત્વપૂર્ણ આયોજન છે.