Gujarat: શું તમે જાણો છો કે એક એવું શહેર છે, જે આપણા ગુજરાતમાં સ્થિત છે, જ્યાં માંસાહારી ભોજન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? આ નિર્ણય હેઠળ જાનવરોની હત્યા, માંસનું વેચાણ અને સેવન અપરાધ ગણાવવામાં આવ્યા છે. હવે આ શહેરમાં માંસ અને ઈંડાનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. આ સાથે જ જાનવરોને મારવાનો પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો છે. જો કોઈ આ નિયમનો ઉલ્લંઘન કરશે, તો તેને સજા મળશે.
Thank you for reading this post, don't forget to subscribe!શત્રુંજય પર્વતની ગોદમાં આવેલું પાલીતાણા, જૈન ધર્મના અનુયાયીઓ માટે એક પવિત્ર તીર્થ છે. ‘જૈન મંદિરોનું શહેર’ તરીકે પ્રખ્યાત, આ શહેરમાં 800થી વધુ જૈન મંદિરો આવેલા છે. આદિનાથ મંદિર જેવા મંદિરો દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને આકર્ષે છે, જે આ શહેરની આધ્યાત્મિક અનુભૂતિને વધુ પ્રકાશિત કરે છે.
ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું પાલિતાણા શહેર હવે દુનિયાનું એવું શહેર બની ગયું છે, જ્યાં ફક્ત શાકાહારી ખોરાક જ ઉપલબ્ધ છે.લગભગ 200 જેટલા જૈન ભિક્ષુકોએ સતત આ મામલે વિરોધ પ્રદર્શન કર્યું ત્યારે આ નિર્ણય સરકારે લીધો. તેમણે શહેરમાં લગભગ 250 જેટલી કસાઈની દુકાનો બંધ કરાવવાની માંગણી કરી હતી. તેમના આ પ્રદર્શને જૈન સમુદાયના ધાર્મિક અને નૈતિક વિશ્વાસોને દર્શાવ્યા, જે અહિંસાને પોતાના જીવનનો મુખ્ય સિદ્ધાંત માને છે.
પાલિતાણાનું ઉદાહરણ જોતા ગુજરાતના અન્ય શહેરો જેમ કે રાજકોટ, વડોદરા, જૂનાગઢ અને અમદાવાદે પણ આ પ્રકારના નિયમો લાગૂ કર્યા છે. રાજકોટ સહિતના કેટલાક શહેરોમાં જાહેર સ્થળો પર માંસાહારી ભોજનની તૈયારી અને માંસ દેખાડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પગલું લોકોની ધાર્મિક અને સામાજિક ભાવનાઓનું સન્માન કરવા માટે લેવામાં આવ્યું છે.