India: ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહની અંતિમ યાત્રા આજે સમગ્ર રાષ્ટ્રની શ્રદ્ધાંજલિ સાથે શરૂ થઈ છે. દેશના આ મહાન નેતાની વિદાય એ સમગ્ર રાષ્ટ્ર માટે એક અગમ્ય ક્ષણ બની છે. તેમની યાદમાં મોટા નેતાઓથી માંડી સામાન્ય નાગરિકો સુધી અનેક લોકો એકત્રિત થયા છે.
Thank you for reading this post, don't forget to subscribe!દિલ્હીમાં તેમના નિવાસસ્થાનથી શરૂ થયેલી અંતિમ યાત્રા નિગમબોધ ઘાટ સુધી જાશે, જ્યાં તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. આ યાત્રામાં દેશના નાનાં-મોટાં દરેક વર્ગના લોકો સહભાગી થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ યાત્રામાં હાજરી આપી, ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમની કેળવણી અને નેતૃત્વને યાદ કર્યું.
ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે બપોરે 12 વાગ્યે નિગમબોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે યોજાશે. ગુરુવાર, 26 ડિસેમ્બરે, દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં તેમના અવસાન થયા હતા. તેમના નિધન પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, રાહુલ ગાંધી સહિત દેશના મોટા નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. આજે રાષ્ટ્ર ડૉ. મનમોહન સિંહના અર્થશાસ્ત્રમાં આદર્શ યોગદાન, આજે દેશ એક શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી, RBI ગવર્નર અને વડાપ્રધાન તરીકેના તેમના યોગદાનને યાદ કરી રહ્યો છે.
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના પાર્થિવ દેહને ગુરુવારે મોડી રાત્રે લુટિયન્સ દિલ્હીમાં મોતીલાલ નહેરુ રોડ પર સ્થિત તેમના નિવાસ બંગલા નં.-3માં લાવવામાં આવ્યો હતો. ડૉ. સિંહના પરિવારમાં તેમની પત્ની ગુરશરણ કૌર અને ત્રણ પુત્રીઓ ઉપિંદર સિંહ, દમન સિંહ અને અમૃત સિંહનો સમાવેશ થાય છે. તેમની બે પુત્રીઓ અમેરિકા માં હતી અને શુક્રવારે રાતે દિલ્હી પહોંચી હતી.
કોંગ્રેસ મહાસચિવ વેણુગોપાલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ કાર્યકરો અને જનતા માટે ડૉ. મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આપવાની તક ઉપલબ્ધ કરાવવા, તેમનો પાર્થિવ દેહ શુક્રવારે સવારે 8 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલય લવાશે. તે બાદ, 9:30 વાગ્યે તેમની અંતિમ યાત્રા નીકળશે.
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાનની અંતિમ ક્રિયા શનિવારે સવારે 11:45 વાગ્યે નિગમબોધ ઘાટ પર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. આ સાથે જ, આ જ સ્થળે તેમની સમાધી બનાવવામાં આવશે.