રેડિયો RJ અને સોશિયલ મીડિયામાં ફેમસ સિમરન સિંહનું મૃત્યુ

Death of Simran Singh, famous in radio RJ and social media

Entertainment:પોતાના અવાજથી પ્રખ્યાત RJ(રેડિયો જોકી) સિમરન હવે નથી રહી. 25 વર્ષીય સિમરનનો મૃતદેહ ગુરુગ્રામમાં તેના ફ્લેટમાંથી મળી આવી છે. તેણે ગુરુગ્રામના સેક્ટર 47માં પોતાના ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેમની સાથે એક યુવક પણ રહે છે, જેણે આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ તેને પરિવારજનોને સોંપી દીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના સભ્યોએ કોઈપણ પ્રકારની આત્મહત્યાનો ઇનકાર કર્યો છે

Thank you for reading this post, don't forget to subscribe!

RJ સિમરન રેડિયોની દુનિયામાં એક મોટું નામ હતું. તેણે એક ખાનગી રેડિયો ચેનલમાં કામ કરીને લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું. તે રેડિયો દ્વારા લોકો સાથે ઘણી વાતો કરતી હતી અને જીવન સાથે જોડાયેલા ખાસ વિચારો પણ શેર કરતી હતી. RJ સિમરન સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ હતી. તેના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ RJ સિમરનની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં તે પંજાબીમાં પોતાના વિચારો શેર કરતી જોવા મળે છે. વીડિયોમાં RJ સિમરન કહે છે, “તું સારો લાગે છે પણ કહેતી નથી. તારી વાતો પર ખૂબ જ હસવું આવે છે પરંતુ જાણી જોઈને હસતી નથી. મારા પર ચાન્સ મારવાની જરુર નથી. સોશિયલ મીડિયા પર RJ સિમરનની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે.” ફેન્સ તેના આ વીડિયો પર કૉમેન્ટ કરીને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03