Education: થરાદની મોડેલ સ્કૂલમાં 300થી વધુ બહેનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આયોજિત થયો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, જે વિદ્યાર્થીઓ અને રાષ્ટ્રના હિતમાં સતત કાર્યરત સંગઠન છે, તેની થરાદ શાખા અને થરાદ ભાગ દ્વારા મિશન સાહસી તેમજ મોટિવેશનલ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
Thank you for reading this post, don't forget to subscribe!આ કાર્યક્રમમાં 300થી વધુ બહેનોને કરાટેના પ્રાથમિક તાલીમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ મોટિવેશનલ સત્રનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય વક્તા તરીકે I.P.S. વેદિકા બિહાની અને થરાદ DYSP S.M. વારોતરિયાએ બહેનોને પ્રેરણા આપી.
કાર્યક્રમના માનનીય ઉપસ્થિત મહાનુભાવોમાં ABVPના જિલ્લા સંયોજક દૈવિકભાઈ પંચાલ, ભાગ સંયોજક રાજેશ જોષી (નાનોલ), નગર મંત્રી વિશાલપુરી ગૌસ્વામી, કોષાધ્યક્ષ અરવિંદભાઈ પુરોહિત, નગર સહમંત્રી બિજલબેન પઢીયાર અને હેતલબેન પંચાલ હાજર રહ્યા. શાળાના પ્રિન્સિપાલ કરશનભાઈ પઢાર, શિક્ષક પ્રકાશભાઈ જોષી, તેમજ ખાસ મહેમાનોમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક શામળભાઈ પ્રજાપતિ, આચાર્ય દાનાભાઈ પઢાર, સરસ્વતી વિદ્યાલય વજેગઢના સંચાલક રામભાઈ પટેલ અને થરાદ પોલીસ સ્ટાફના સુરેશભાઈ ચૌધરી વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.
I.P.S. વેદિકા બિહાની દ્વારા બહેનોના પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમણે મહિલા સશક્તિકરણ અને સુરક્ષા સંબંધિત પ્રશ્નોના સમજદારીપૂર્વક જવાબ આપ્યા. કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ભાગ સંયોજક રાજેશ જોષીએ કર્યું, જ્યારે આભાર વિધિ નગર મંત્રી વિશાલપુરી ગૌસ્વામીએ સંભાળી હતી. રાષ્ટ્રગીત સાથે આ પ્રેરણાદાયી કાર્યક્રમનો સફળ સમાપન થયો.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ