Entertainment: સની દેઓલની મોસ્ટ એવેટેડ ફિલ્મ ‘બોર્ડર 2’નું શૂટિંગ હવે સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. નિર્માતાઓએ આ સમાચાર સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં ફિલ્મના મુખ્ય કલાકારો અને તેમની ભૂમિકાઓ વિશે માહિતી આપવામાં આવી છે. આ ફિલ્મ 2026 ની શરૂઆતમાં રિલીઝ થવાની છે અને તે એક્શન, ડ્રામા અને દેશભક્તિથી ભરપૂર હશે. ફિલ્મની સ્ટોરી 1997માં આવેલી ‘બોર્ડર’ ફિલ્મમાં 1971 ની લૉંગેવાલા લડાઈ દર્શાવામાં આવી હતી, જેમાં ભારતીય સેનાની એક નાની બટાલિયનને પાકિસ્તાની મોટી સ્ટ્રાઈક ફોર્સ સામે લડવું પડ્યું હતું. આ યુદ્ધે ભારતીય સેનાની વિરતા અને દૃઢ સંકલ્પને દર્શાવ્યું હતું. હવે ‘બોર્ડર 2’ પણ એ જ જુસ્સો અને દેશભક્તિની ભાવના સાથે સ્ક્રીન પર આવશે.
‘ગદર 2’ની ભવ્ય સફળતા પછી, સની દેઓલના ફેન્સ હવે ‘બોર્ડર 2’ માટે આતુરતા પામ્યા છે. 1997ની બ્લોકબસ્ટર વોર ફિલ્મ ‘બોર્ડર’ના સિક્વલ તરીકે દર્શકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની માહિતી મળતાં જ ચાહકોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું. આ વખતે, ‘બોર્ડર’ અને ‘LoC કારગિલ’ જેવી યુદ્ધ ફિલ્મો બનાવનાર જયપી દત્તા વધુ એક શ્રેષ્ઠ યુદ્ધ ફિલ્મ માટે તૈયાર છે. ફિલ્મમાં કયા કયા સ્ટાર્સ હશે? ‘બોર્ડર 2’ માં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ, અને અહાન શેટ્ટી જેવા મોટા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મ ભારતીય સેનાની વિરતા અને દેશભક્તિની ભાવનાઓને સ્ક્રીન પર જીવંત કરશે, જેમ કે ‘બોર્ડર’ ફિલ્મમાં કરવામાં આવ્યું હતું.
પહેલી તસવીર અને સેટની માહિતી ફિલ્મની શૂટિંગ શરૂ થવા પર, મેકર્સે સેટ પરથી એક પહેલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં ફિલ્મના ક્લેપબોર્ડ પર નામ અને સીનની માહિતી છે. સાથે જ, બેકગ્રાઉન્ડમાં એક વોર ટેંક પણ નજર આવે છે, જે ફિલ્મના આક્શન દ્રશ્યોનો અંદાજ આપે છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ છે. રિલીઝ ડેટ અને ટીમ ‘બોર્ડર 2’ નું નિર્માણ એક પાવરહાઉસ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જયપી દત્તા, અને નિધી દત્તા શામેલ છે. ફિલ્મ 23 જાન્યુઆરી 2026 ના રોજ રિલીઝ થશે. મેકર્સનો દાવો છે કે આ ફિલ્મમાં દર્શકો એ આક્શન, ડ્રામા અને દેશભક્તિનો એવો અનુભવ કરશે, જે પહેલાં કદી જોવા મળ્યો ન હતો.