Gujarat government: 1 ઓક્ટોબર 2024થી વીજળીના ફ્યુલ ચાર્જમાં 40 પૈસાનો ઘટાડો

Electricity fuel charge reduced by 40 paise from 1 October 2024

Gandhinagar: ગુજરાત સરકારે રાજ્યના વીજ ગ્રાહકો માટે રાહતના સમાચાર આપ્યા છે. ઊર્જા મંત્રી કનુ દેસાઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વીજળીના ફ્યુલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગુજરાતના કરોડો ગ્રાહકોને રાહત મળશે.

Thank you for reading this post, don't forget to subscribe!

આ નવો ફ્યુલ ચાર્જ ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2024ના ત્રણ મહિના માટે લાગુ રહેશે. આ અગાઉ ફ્યુલ ચાર્જ યુનિટ દીઠ રૂ. 2.85 હતો જે હવે ઘટીને રૂ. 2.45 થયો છે. આ નિર્ણયથી ગ્રાહકોના વીજ બિલમાં નોંધપાત્ર ઘટાડો થશે.

આ ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને આ ત્રિમાસિક ગાળામાં રૂ. 1120 કરોડનો આર્થિક લાભ મળશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલી ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા અનુસાર એપ્રિલથી સપ્ટેમ્બર 2024ના ગાળામાં વીજ બળતણના વધેલા ભાવો આધારે રૂ. 2.85 પ્રતિ યુનિટના દરે ફ્યુઅલ સરચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

ઓકટોબરથી ડિસેમ્બર 2024ના સમયગાળામાં ફ્યુઅલ સરચાર્જ રૂ. 2.85માંથી ઘટાડી રૂ. 2.45 પ્રતિ યુનિટની વસૂલાત કરવામાં આવશે. આ ઘટાડાને કારણે દર મહિને 100 યુનિટ વીજ વપરાશ કરનાર રહેણાંક ગ્રાહકોને આશરે રૂ. 50-60ની બચત થશે.

મંત્રીએ વધુ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા યોગ્ય અને કાર્યક્ષમ વીજ ખરીદીનું સંચાલન કરવામાં આવ્યું છે, જેનાથી વીજ ખરીદીના દર સ્થિર રહ્યા છે. આ પગલું રાજ્યના વીજ ગ્રાહકોને આર્થિક રીતે રાહત આપવાનું મુખ્ય ઉદ્દેશ છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03