Entertainment: સાઈ પલ્લવી સાઉથની જાણીતી અભિનેત્રી છે, જે તેની ઉત્તમ અભિનય ક્ષમતા અને નિરાલા વિચારસરણી માટે જાણીતી છે. હાલમાં, તે રણબીર કપૂર સાથે “રામાયણ”ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં તે માતા સીતાનો રોલ નિભાવશે. તો ચાલો, આજે સાઈ પલ્લવીના શિક્ષણ, પરિવાર અને જીવનશૈલી વિશે વધુ જાણીએ.
Thank you for reading this post, don't forget to subscribe!સાઈ પલ્લવીના ફૅન્સને જાણીને નવાઈ લાગશે કે તે માત્ર અભિનયમાં જ નહીં, પરંતુ શૈક્ષણિક ક્ષેત્રે પણ નબળી નથી. તે મેડિકલ ડિગ્રી ધરાવતી એક ડોક્ટર છે. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં તેમણે તેમના અભિનય અને સુંદર સ્મિતથી ચાહકોના દિલ જીતી લીધા છે અને હવે તેઓ બોલિવૂડમાં પણ ધમાલ મચાવા તૈયાર છે.
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ લાડલી અભિનેત્રીએ એક વખત ફરીથી પોતાની સિદ્ધાંતોને મજબૂત સાબિત કર્યા છે. સાઈ પલ્લવીએ એક પ્રખ્યાત બ્રાન્ડની 2 કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી દીધી હતી, જે ફેરનેસ ક્રીમની જાહેરાત માટે હતી. તેમણે કહ્યું હતું કે, સુંદરતાનો કોઈ એક નક્કી માપદંડ હોવો જોઈએ નહીં, અને આ પ્રકારની ધારણાઓને તેઓ સમર્થન આપી શકતી નથી.
સાઈ પલ્લવીએ 9 મે 1992ના રોજ તમિલનાડુના કોઈમ્બતુરમાં બડાગા પરિવારમાં જન્મ લીધો હતો. તેમનું વતન નીલગિરિ જિલ્લાના કોટાગિરી છે. તેના પિતાનું નામ સેંથામરાય કાનન છે, જે સેન્ટ્રલ એક્સાઇઝ ઓફિસર હતા, અને માતાનું નામ રાધા છે. તેની નાની બહેન પૂજા કાનન પણ અભિનેત્રી છે. સાઈ પલ્લવી, પૂર્ણ નામ સાઈ પલ્લવી સેંથામરાય, નૃત્યમાં પણ પ્રવિણ છે. તે તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને હવે બોલિવૂડમાં પણ પોતાની મજબૂત હાજરી આપવા માટે તૈયાર છે.
જ્યારે તેમને ફેયરનેસ ક્રીમની જાહેરાત કરવા માટે 2 કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવી, ત્યારે તેમણે કહ્યું, “આવી જાહેરાતથી મળતા પૈસાનું હું શું કરીશ?” તેમની આ નિષ્ઠા તેમના ચાહકો અને અન્ય લોકોને પ્રેરણા આપે છે.