Gujarat: ઝઘડિયા GIDCમાં 10 વર્ષીય બાળકી સાથે થયેલા દુષ્કર્મ અને ત્યારબાદ તેના મૃત્યુએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર બાળકીઓની સુરક્ષા અંગે પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. હવસખોરે નિર્દોષ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, તેણે બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી દેતાં તેને ગંભીર હાલતમાં પહેલાં ભરૂચ અને બાદમાં વડોદરા ખસેડી હતી જ્યાં 8 દિવસની સારવાર બાદ તેણે દમ તોડી દેતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
Thank you for reading this post, don't forget to subscribe!GIDCમાં આવેલી શ્રમજીવી વસાહતમાં રહેતી આ બાળકી પર તેના પડોશમાં રહેતા વિજય પાસવાને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી મૂળ ઝારખંડનો વતની છે. દુષ્કર્મ પહેલાં આરોપીએ બાળકીના મોઢા પર પથ્થરથી વાર કરીને તેને લોહીલુહાણ કરી નાખી હતી અને ત્યારબાદ તેના ગુપ્તાંગમાં સળિયો નાખીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ ક્રૂર કૃત્યને કારણે બાળકીની હાલત અત્યંત ગંભીર હતી અને તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની પ્રાથમિક સારવાર અને ઓપરેશન બાદ વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. 2 દિવસમાં તેને ત્રણ યુનિટ લોહી ચઢાવવામાં આવ્યું હતું, પરંતુ તેના શરીર પર થયેલી ગંભીર ઈજાઓને કારણે તેનું શરીર સાથ આપી શક્યું નહીં અને આખરે તેણે દમ તોડ્યો હતો. પોલીસે માસુમ બાળકીને ન્યાય મળે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે તમામ પાસાઓની તપાસ કરી પુરાવા એકત્ર કરાશે.
ભરૂચ દુષ્કર્મ કેસ: ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પેન્ડિંગ કેસ
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ બાદ તેના મૃત્યુનો ઘટનાક્રમ સામે આવ્યો છે. પણ દુષ્કર્મ કરનારને કડક સજા ક્યારે મળશે તે પ્રશ્ન યથાવત છે. ગુજરાતમાં પોક્સો અધિનિયમ હેઠળ 4,375 જેટલા કેસ હજુ ચુકાદાની રાહમાં છે.
31મી ઓક્ટોબર 2024ની સ્થિતિએ ગુજરાતની ફાસ્ટ ટ્રેક અદાલતોમાં દુષ્કર્મના 912 કેસ પેન્ડિંગ છે. દેશભરમાં પોક્સો હેઠળ પેન્ડિંગ કેસમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 59,174, બિહારમાં 19,172, અને મધ્ય પ્રદેશમાં 7,212 કેસ છે. ઓક્ટોબર 2019માં ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ શરૂ થઈ, જેનાથી 30 રાજ્યોમાં 750 કોર્ટ અને 408 ખાસ પોક્સો માટેની કોર્ટ કાર્યરત છે. આ કોર્ટોએ કુલ 2.87 લાખ કેસનો નિકાલ કર્યો છે, જેમાંથી 1.83 લાખ કેસ પોક્સો માટે છે, પરંતુ હજુ પણ 1.41 લાખ કેસ પેન્ડિંગ છે.
ગુજરાતમાં 24 પોક્સો માટેની અદાલતોએ અત્યારસુધી 10,871 કેસનો નિકાલ કર્યો છે. છતાં, 2014થી 2021 દરમિયાન પોક્સો કેસમાં 398.50%નો વધારો થયો છે. આ સમયગાળામાં 14,252 કેસ નોંધાયા છે, પરંતુ માત્ર 231 આરોપીઓને સજા થઈ છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં પોક્સો હેઠળના તમામ કેસના ચુકાદા માટે હજુ ચાર વર્ષની રાહ જોવી પડશે.