22મી ડિસેમ્બર લેવાયેલી પરીક્ષાનું પેપર લીક થયું હોવાની આકાંશા

Suspicion of leaked exam paper of December 22nd

Gujarat government: ગુજરાતમાં વધુ એક ભરતી પરીક્ષાનું પેપર લીક થયાનો આક્ષેપ થયો છે. ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન દ્વારા રવિવારે (22મી ડિસેમ્બર) લેવાયેલી વકીલાતની સનદની પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. અમદાવાદ અને સુરત સહિતના કેન્દ્રો પર લેવાયેલી આ પરીક્ષા દરમિયાન, પરીક્ષા શરૂ થયાના થોડા સમયમાં જ વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પરીક્ષાની આન્સર કીના સ્ક્રીનશૉટ્સ વાયરલ થયા હતા. આ સ્ક્રીનશૉટ્સના કારણે પરીક્ષાર્થીઓ અને કાયદાના વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

Thank you for reading this post, don't forget to subscribe!

પરીક્ષા સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી યોજાઈ હતી, પરંતુ અહેવાલો દર્શાવે છે કે આન્સર કીના સ્ક્રીનશોટ સવારે 10:30 થી 11 AM ની વચ્ચે સપાટી પર આવવા લાગ્યા હતા, જેનાથી કસોટી દરમિયાન સલામતીનાં પગલાં અંગે શંકા ઉભી થઈ હતી. અમદાવાદ અને સુરત જેવા શહેરોના ઉમેદવારોએ તેમની હતાશા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં વકીલાતની સનદની પરીક્ષામાં હજારો ઉમેદવારો ઉતર્યા

ગુજરાત રાજ્યના અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા મહાનગરોમાં ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં લગભગ 9000 જેટલા વકીલ ઉમેદવારોએ ભાગ લીધો હતો. અમદાવાદમાં એકલાં છ જુદા જુદા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો દેશના કોઈપણ કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે અધિકૃત થાય છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર, ઉમેદવારોએ બે વર્ષની અંદર આ પરીક્ષા પાસ કરવાની હોય છે. આ દરમિયાન, ઉમેદવારોને કામચલાઉ સનદ આપવામાં આવે છે જેથી તેઓ વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી શકે. આ પરીક્ષામાં ભારતીય ફોજદારી કાયદો, દંડ પ્રક્રિયા સંહિતા, સિવિલ પ્રક્રિયા સંહિતા, હિંદુ કાયદો, મુસ્લિમ કાયદો, મિલકત હસ્તાંતર, વેપારી દસ્તાવેજો કાયદો, ગ્રાહક સુરક્ષા કાયદો, શ્રમ કાયદો સહિતના 20 જેટલા વિષયો પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03