અલ્લુ અર્જુનના ઘર પર ઉસ્માનિયા યુનિવર્સિટીના 8 શખ્સો દ્રાર તોડફોડ

Allu Arjun's house vandalised by 8 Osmania University students

Entertainment: તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનના ઘર પર ઉસ્માનિયા યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો અને તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, તેલંગણા પોલીસે સંધ્યા થિયેટરના CCTV ફૂટેજ જાહેર કર્યા છે. આ ફૂટેજો વચગાળાના જામીન પર છૂટેલા અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધારી શકે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

તેલંગણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સંધ્યા થિયેટર બહાર નાસભાગમાં એક મહિલાના મોત અને તેના પુત્રની ગંભીર પરિસ્થિતિ માટે પુષ્પા-2ના અભિનેતા અલ્લુ અર્જુનને જવાબદાર ઠેરવ્યા હતા. પરંતુ, અલ્લુ અર્જુને પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન થયેલી ભાગદોડ માટે લાગેલા આરોપોને નકારી કાઢતાં મુખ્યમંત્રીના આરોપોને અસત્ય ગણાવ્યા હતા. રવિવારે સાંજે ઉસ્માનિયા યુનિવર્સિટીની જોઇન્ટ એક્શન કમિટીના સભ્યોએ અલ્લુ અર્જુનના ઘરના બહાર પ્રદર્શન કર્યું હતું અને ભારે તોડફોડ કરી. તેમણે અલ્લુ અર્જુનથી મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવાનો અને પરિવારને શ્રેષ્ઠ મદદની ખાતરી આપવાનો દાવો કર્યો હતો.

અભિનેતાના ઘરની બહાર મૂકેલા કૂંડાઓ તોડી અને ઘરની દીવાલ પર ટામેટાં ફેંક્યાં. આ ઘટનાક્રમ દરમિયાન અલ્લુ અર્જુન ઘરે હાજર નહોતો. પોલીસએ સ્થિતિ પર કાબૂ પામવા માટે ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે. આ દેખાવનો વીડિયો પણ સોશિયલ મિડિયામાં વાયરલ થયો છે. ભાજપે ફિલ્મ અભિનેતાના ઘર પર થયેલા હુમલાની આકરી ટીકા કરી છે. ભાજપના નેતા વિષ્ણુવર્ધન રેડ્ડીએ કહ્યું કે, તેલંગણામાં કોંગ્રેસ સરકારે અલ્લુ અર્જુન જેવા અભિનેતાને નિશાન બનાવીને શરમજનક કામ કર્યું છે. દક્ષિણ ભારતના સૌથી મોટા ટેક્સપેયરમાંના એક અને પ્રતિષ્ઠિત વ્યક્તિ પર આ પ્રકારનો પથ્થરમારો અને હેરાનગતી અસ્વીકાર્ય છે.

તેલંગણાના DJP જિતેન્દ્રે જણાવ્યું કે, ફિલ્મ પર્સનલિટીઝે નાગરિકોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા માનવી જોઈએ. પોલીસે થિયેટરની CCTV ફૂટેજ જાહેર કરીને સ્પષ્ટ કર્યું કે, અલ્લુ અર્જુન ફિલ્મ જોઈ રહ્યો હતો અને જ્યારે તેને બહાર મહિલાના મોતની જાણ કરાઈ, તે પછી પણ ફિલ્મ પૂરી થયા પછી જવા પર જોર આપ્યું. DJPએ તેમને 10 મિનિટનો સમય આપીને જવાની ધમકી આપી, ત્યારબાદ અલ્લુ અર્જુન ત્યાંથી નીકળ્યો. અલ્લુ અર્જુનએ પોતાના ચાહકોને પોસ્ટ શૅર કરીને જણાવ્યું કે, તેઓ કોઈપણ પ્રકારનું અપમાનજનક વર્તન કે ભાષા ઉપયોગ ન કરે અને સન્માન અને પોઝિટિવિટી જાળવવાની અપીલ કરી.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03