World: ઉત્તરાખંડમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બની છે. આ ભૂસ્ખલનના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જેમાં પહાડોમાંથી મોટા પાયે પથ્થરો અને માટી ખસતાં જોવા મળી રહ્યું છે. આ ઘટનાને કારણે નેશનલ હાઈવે બંધ થઈ ગયો છે અને અનેક વાહનો ફસાયા છે.
Thank you for reading this post, don't forget to subscribe!વિશ્વભરમાં એક ભયાનક ઘટના ઘટી, જેમાં અનેક વાહનો ફસાઈ ગયા. ભૂસ્ખલન એટલું પ્રચંડ હતું કે વિશાળ પથ્થરો તૂટીને નેશનલ હાઈવે પર આવી ધસી પડ્યા. આ કારણે માર્ગ પર વાહનવ્યવહાર થંભી ગયો. પર્વત પરથી અચાનક ખડકો ધસી પડવાના ચોંકાવનારા દૃશ્યો લોકોએ કેમેરામાં કેદ કરી લીધા. હાલ બંને તરફ વાહનો અટવાયા છે, અને કાટમાળ હટાવવાનું કાર્ય ઝડપભેર શરૂ કરવામાં આવ્યું છે.
સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં
આ ઘટના ઉત્તરાખંડના તવાઘાટ નેશનલ હાઈવે પર બની હતી. જેના લીધે ઝીરો પોઈન્ટ પાસેનો નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો. આ રૂટ ભારત ચીનની બોર્ડરની પાસે છે. રોડ પર અનેક સ્થળે બાંધકામ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ભારત-તિબેટ-ચીન સીમા સુધીનો 150 કિલોમીટરનો રોડ બની રહ્યો છે. જ્યારે બીજી બાજુ તવાઘાટ પાસે એક ડેમ બની પણ બની રહ્યો છે. ભૂસ્ખલનના સંકેત મળતાં જ લોકોએ અગાઉથી તેમના વાહનો અટકાવી દીધા અને ઘટના કેમેરામાં કેદ કરવાનો પ્રયાસ કર્યો.