21 ડિસેમ્બર એટલે વર્લ્ડ સાડી ડે, ભારતીય પરંપરાની અનોખી ઝલક

December 21 is World Sari Day, a unique glimpse of Indian tradition

Indian tradition: વિશ્વમાં જેટલી વિવિધ પરંપરાઓ છે, તે તમામની વચ્ચે ભારતીય સાડીનું સ્થાન અત્યંત વિશિષ્ટ છે. સાડી માત્ર એક કપડું નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ પરંપરા અને સૌંદર્યને ઉજવવા માટે દર વર્ષે 21 ડિસેમ્બરનું દિવસ ‘વર્લ્ડ સાડી ડે’ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ સાડીના મહત્ત્વ અને તેનાં વૈવિધ્યપૂર્ણ સ્વરૂપોને ઉજાગર કરવા માટે એક અનોખો અવસર છે.

Thank you for reading this post, don't forget to subscribe!

સાડીનો ઇતિહાસ અને વારસો

ભારતમાં સાડીનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. જુદા જુદા પ્રદેશો, સંસ્કૃતિઓ અને લોકોની વિવિધતાને સાડીએ પોતાના અંદાજમાં આવકાર આપ્યો છે. કાં તો કાંજીવરમ સાડી હોય કે બંધેજ, પાસલી કે ચંદેરી, દરેક પ્રકારની સાડી તેના પ્રાંત અને પરંપરાના સુગંધ સાથે જોડાયેલી છે. સાડી હંમેશા ભારતીય મહિલાઓ માટે ગૌરવ અને અહંકારનો ભાગ રહી છે. મૌર્ય યુગ સુધી સ્ત્રીઓને સાડી પહેરતા આવડતી નહોતી તેઓ ધોતીની જેમ વિંટાળીને પહેરતી હતી. જેના ઉદાહરણ આજે પણ અજંતા-ઈલોરાની ગુફાના ચિત્રોમાં જોવા મળે છે.

પુરુષો અને સાડીનો ઇતિહાસ

સાડીઓ ફક્ત સ્ત્રીઓ માટે જ નથી. પુરુષો પણ વિવિધ રીતે સાડીનો ઉપયોગ કરતા હતા. મુઘલો બનારસ સાડીનો સાફો માથા પર બાંધતા, હિંદુ રાજાઓ રાણીઓની સાડીમાંથી બનાવેલા ખેસ ખભા પર રાખતા, જ્યારે પેશ્વાઓ બનારસી સાડીની ધોતી પહેરતા હતા. રાજપૂત રાણીઓએ શિફોનની સાડીનો પ્રસાર કર્યો.

ગુજરાતના પટોળાનો ઇતિહાસ 900 વર્ષ જૂનો છે. પટોળા રેસમના તારથી ડિઝાઇન કરવામાં આવે છે અને પાટણનું પટોળું વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. બાંધણી પણ ગુજરાતની શાન છે, જેમાં ટપકાની, ફૂલ-ફળની અને પ્રાણીભાતની ડિઝાઇનનો સમાવેશ થાય છે. આજે પણ શિક્ષણ, કેર-ટેકર, એર હોસ્ટેસ, જ્વેલરી શોરૂમ અને હોસ્પિટલોમાં મહિલાઓ સાડી પહેરીને કલાકો સુધી કામ કરે છે. સર્વે મુજબ 70% પુરુષોને સાડી પહેરેલી સ્ત્રીઓ વધુ આકર્ષક લાગે છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03