ઝઘડિયા GIDCમાં રેપ પીડિત બાળકીનું અઢી કલાક ચાલ્યું ઓપરેશન

Two and a half hour operation on rape victim in Jhagdia GIDC

Crime: ઝઘડિયા GIDCમાં રેપ કેસ 10 વર્ષની બાળકી મોત સામે જંગ લડી રહી છે. હાલ વડોદરાની SSG હોસ્પિટલના બાળરોગ વિભાગમાં જીવન માટે સંઘર્ષ કરી રહી છે. ગંભીર ઇજાઓને કારણે, અઢી કલાકનું ઓપરેશન પણ સ્થિતિ તીવ્ર ગંભીર પછી પણ સ્થિતિમાં સુધારો જોવા મળ્યો નથી.

Thank you for reading this post, don't forget to subscribe!

16 ડિસેમ્બરે ઝઘડિયા GIDCમાં શ્રમજીવી વસાહતમાં રહેતા 10 વર્ષની બાળકી સાથે બળાત્કારની હૃદયવિદારક ઘટના બની હતી. ઝારખંડના રહેવાસી વિજય પાસવાને નાનકડા જીવન પર હેવાનિયતનું તાંડવ સર્જ્યું. બળાત્કાર પહેલાં બાળકીના મોઢા પર પથ્થરથી પ્રહાર કરીને તેને લોહીલુહાણ કરી નાખી હતી. બળાત્કાર બાદ તેના ગુપ્તાંગ અને પેટમાં સળીયો નાખી ગમતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

પ્રારંભિક સારવાર દરમિયાન ભરૂચમાં તેના પેટનું ઓપરેશન કરવામાં આવ્યું, પરંતુ વધુ પડતી તકલીફને કારણે પીડિતાને વઢોદરાની SSG હોસ્પિટલમાં દાખલ કરાઈ. અહીં તપાસ દરમિયાન ખબર પડી કે, પેટના ઓપરેશનમાં ટાંકો તૂટી જતા ઈન્ફેક્શન ફેલાયું છે. આ કારણે બુધવારે ફરી એકવાર પીડિતાનું અઢી કલાક સુધી ચાલેલું ઓપરેશન થયું. તેમ છતાં, બાળકીની હાલત વધુ નાજુક છે અને તે બેભાન છે.

શ્રમજીવી પરિવારમાંથી આવતા કારણે બાળકી શારીરિક રીતે નબળી છે, તેનો વજન ઓછો છે અને રોગપ્રતિકારક શક્તિ પણ ઘટેલી છે, જેથી દવાઓની અસર થતી નથી. હેવાનના ક્રૂર હુમલાને તોડ આપ્યા બાદ હવે તે જીવન માટે લડાઈ લડી રહી છે. ડોક્ટરોએ બાળકીની હાલત જોઈને આઘાત વ્યકત કર્યો છે. પીડિતની હાલત એટલી ખરાબ છે કે જંગલી પ્રાણી પણ એવું ન કરે. વિજય પાસવાને માનવતાની હદે પાર કરીને જે અપરાધ કર્યો છે, તે હૃદયદ્રાવક છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03