T-20 મેચ રાજકોટના નિંરજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

T20 match to be played at Niranjan Shah Cricket Stadium in Rajkot


Sports: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25 અંતર્ગત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ શ્રેણીની છેલ્લી મેચ 3 જાન્યુઆરીથી શરૂ થશે અને 7 જાન્યુઆરીએ પૂર્ણ થશે. બાદમાં, ટીમ ઈન્ડિયા ભારત પરત ફરશે અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ T-20 અને વનડે શ્રેણી રમશે. ઈંગ્લેન્ડની ટીમ જાન્યુઆરી 2025માં ભારત પ્રવાસે આવશે. અહીં 5 મેચની T-20 શ્રેણી રમાશે, જે બાદ 3 મેચની વનડે શ્રેણી યોજાશે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાંT-20 શ્રેણીની એક મેચ રમાશે.

Thank you for reading this post, don't forget to subscribe!

ટી20 શ્રેણીનું શેડ્યૂલ:

  • પહેલી T-20: 22 જાન્યુઆરી, કોલકાતા
  • બીજી T-20: 25 જાન્યુઆરી, ચેન્નાઈ
  • ત્રીજી T-20: 28 જાન્યુઆરી, રાજકોટ
  • ચોથી T-20: 31 જાન્યુઆરી, પુણે
  • પાંચમી T-20: 2 ફેબ્રુઆરી, મુંબઈ
  • તમામ T-20 મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

વનડે શ્રેણીનું શેડ્યૂલ:

  • પહેલી વનડે: 6 ફેબ્રુઆરી, નાગપુર
  • બીજી વનડે: 9 ફેબ્રુઆરી, કટક
  • ત્રીજી વનડે: 12 ફેબ્રુઆરી, અમદાવાદ
  • વનડે શ્રેણીની તમામ મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.

T-20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળશે, જ્યારે વનડે શ્રેણીમાં રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરશે. રોહિત શર્માએ ટી 20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધો છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03