સિવિલ હોસ્પિટલના ICUમાં ઘૂસીને ભુવાએ દર્દીની વિધિ કરી

Bhuva enters Civil Hospital ICU and performs rituals on patient

Gujarat: અમદાવાદમાં ફરી એકવાર અંધશ્રદ્ધાનું પ્રમાણ સામે આવ્યું છે. વધુ એક ભુવો ચર્ચાનો વિષય બન્યો છે. નિકોલના મુકેશ ભુવાજી તરીકે ઓળખાતા આ ભુવો પર આરોપ છે કે તે લોકોના જીવ સાથે ચેડા કરે છે. ભુવાનો દાવો છે કે જ્યારે ડોક્ટરો પણ આશા છોડી દે, તેવામાં તેના ‘ચમત્કાર’ દર્દીઓને નવજીવન આપે છે.

Thank you for reading this post, don't forget to subscribe!

હાલમાં આ ભુવોનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહ્યો છે, જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICU તથા અન્ય હોસ્પિટલોમાં ભુવો દર્દીઓ માટે વિધિ કરતાં દેખાય છે. વિડિયોમાં લોકો દાવો કરે છે કે ડોક્ટરની દવાઓથી નહીં, પણ ભુવાની વિધિથી દર્દીઓ સાજા થયા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. સઘન સુરક્ષા વચ્ચે આ ભુવો ICU સુધી કેવી રીતે પહોંચ્યો તે તપાસનો વિષય બન્યો છે. વેન્ટિલેટર પર રહેલા દર્દીઓની ભુવાએ અગરબતી લઈને વિધિ કરી હતી અને આ ઘટનાનો વિડિયો બનાવીને વાયરલ કર્યો છે.

સિવિલ હોસ્પિટલ જેવી સંસ્થામાં આવું બનવું એ ખૂબ જ ગંભીર બાબત છે. હોસ્પિટલનું સુરક્ષા તંત્ર ક્યાં નિષ્ફળ ગયું? આવા લોકો ICU સુધી કેવી રીતે પહોંચી શક્યા? આ સવાલોનો જવાબ શોધવો ખૂબ જ જરૂરી છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03