Entertainment: પ્રખ્યાત તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધનની પુષ્ટી થઈ છે. તેઓ રવિવારે (15 ડિસેમ્બર, 2024) તબિયત લથડતા તાત્કાલિક અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પહેલાં તેમના નિધનની અફવાઓ સામે આવી હતી, પરંતુ આજે સોમવારે તેમના પરિવારજનોએ તેમની નિધનની પુષ્ટિ કરી છે.
Thank you for reading this post, don't forget to subscribe!ઝાકિર હુસૈનનું જીવન અને યોગદાન, ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ, 1951એ મુંબઈમાં થયો હતો. તેમણે તબલાના ક્ષેત્રે ભારતનું ગૌરવ વધાર્યું અને સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવી. તેમણે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી જેવા પ્રખ્યાત પુરસ્કારોથી સન્માન મેળવ્યો છે. તેમના કોરડોમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ લાખો ચાહકો છે.
ત્રણ વર્ષની ઉંમરે રિધમ શીખવાનું શરૂ કર્યું
ઝાકિર હુસૈનનો જન્મ મુંબઈમાં થયો હતો. બાળપણથી જ તેને તબલાનો શોખ હતો અને પિતાની પ્રેરણાથી તબલા વગાડવા શીખવા માંડ્યો. માત્ર ત્રણ વર્ષની ઉંમરે જ તાલ શીખવાનું શરૂ કર્યું હતું. સાત વર્ષની ઉંમરે તેણે પહેલો કોન્સર્ટ કર્યો, જ્યારે 11 વર્ષની ઉંમરે પ્રવાસ શરૂ કર્યો. ઝાકિર હુસૈન વ્હાઇટ હાઉસમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ઓલ-સ્ટાર ગ્લોબલ કોન્સર્ટમાં આમંત્રણ પામનાર પ્રથમ ભારતીય હતા. હમણાં જ ઝાકિર હુસૈનની ‘એઝ વી સ્પીક’ ટીમે 2025ના જાન્યુઆરીમાં શરૂ થનારા ભારત પ્રવાસની જાહેરાત કરી છે. આ પ્રવાસમાં ઘણા દિગ્ગજ કલાકારો ભાગ લેશે.
બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો
66મા ગ્રેમી એવોર્ડ્સમાં ઝાકિર હુસૈનના બેન્ડ ‘શક્તિ’ને ‘ધિસ મોમેન્ટ’ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ મળ્યો. 1973માં ઝાકિર હુસૈને લિજન્ડરી ગિટારિસ્ટ જૌન મૈકલોલિન સાથે ‘શક્તિ’ ફ્યૂઝન બેન્ડની સ્થાપના કરી હતી. 2020માં આ બેન્ડ ફરીથી સક્રિય થયું અને 46 વર્ષ બાદ તેમણે આલ્બમ ‘ધિસ મોમેન્ટ’ રજૂ કર્યું, જેને ગ્રેમી એવોર્ડ મળ્યો.