ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડીનો માહોલ

Bitter cold conditions in North Gujarat

Gujarat: ઉત્તર ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. કચ્છ વિસ્તારમાં હીટવેવની આગાહીના પગલે લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. શુક્રવારે લઘુત્તમ તાપમાન 10.4°C નોંધાયું, અને શીતલહેરના કારણે મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં ઠંડકનો પ્રભાવ વધ્યો છે. માઉન્ટ આબુમાં -3°C તાપમાન નોંધાતા પંથકમાં કડકડતી ઠંડીના માહોલ સાથે રમણીય બરફના દ્રશ્યો સર્જાયા છે, જે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Thank you for reading this post, don't forget to subscribe!

ઉત્તર ભારતના હિમવર્ષાના પ્રભાવથી ઉત્તર પૂર્વ દિશાના પવન ઉત્તર ગુજરાતમાં ઠંડક લાવી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી 6 કિમી/કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાતા શિયાળાની કાતીલ ઠંડી અનુભવાઈ રહી છે.

લઘુત્તમ તાપમાન 10.4°C અને મહત્તમ 27.6°C વચ્ચેના તાપમાનથી શાકભાજી, બટાકા, ઘઉં અને ચણાના પાકને લાભ થાય તેવું વાતાવરણ સર્જાયું છે. હવામાનમાં આ ઠંડીનો માહોલ આગામી દિવસોમાં પણ જળવાઈ રહેવાની શક્યતા છે.

છેલ્લા ત્રણ દિવસની સરખામણીએ ગુજરાતમાં ઠંડીમાં થોડો ઘટાડો થયો છે. નલિયામાં સૌથી નીચું તાપમાન 8°C નોંધાયું. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યના તાપમાનમાં મોટો ફેરફાર ન થવાની આગાહી કરી છે.

12 ડિસેમ્બરે અમદાવાદમાં લઘુતમ તાપમાન 13.3°C નોંધાયું, જે પારો 0.1°C ઉપર હતો. 13 ડિસેમ્બરે સવારે 10 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો. આગામી ત્રણ દિવસ માટે અમદાવાદમાં લઘુતમ તાપમાન 14°C અને મહત્તમ 27°C રહેવાની સંભાવના છે.

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03