ચિત્રા GIDCમાં કારખાનામાંથી ૬૭૦ કિલો લોખંડની ચોરી

670 kg of iron stolen from factory in Chitra GIDC

Bhavnagar: ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ કારખાનામાંથી અલગ અલગ દિવસે 970 કિલો વજનના લોખંડના સર્કલ અને ટુકડાની ચોરી થતા કારખાનાના માલિકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અલગ અલગ દિવસે ત્રણ વખત ચોરી કરનાર શખ્સ કારખાનામાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થાય હતી.

Thank you for reading this post, don't forget to subscribe!

ચોરીની આ ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરના ચિત્રા જીઆઇડીસી પ્લોટ નં.12/3 માં આવેલ મિતેશભાઈ પ્રવિણચંદ્ર શાહ (રહે. શાલીભદ્રએપાર્ટમેન્ટ શિલ્પીનગર કાળાનાળા ની માલિકીના ગુજરાત પ્રોફાઈલ નામના પ્રોફાઈલ કટીંગના કારખાનામાંથી 12 વાગ્યા થી 4 ના રાત્રિના સમયે કંઈ ચોર ઈસમ ઓર્ડર મુજબ તૈયાર કરવામાં આવેલ લોખંડના સર્કલ તેમજ લોખાના ટુકડા જેનું વજન 670 કિલો કિં. રૂ. 32 190 ની ચોરી કરી લઈ ગયા

હતા. કારખાના માલિક દ્વારા સીસીટીવી કેમેચમાં તપાસ કરતા અલગ અલગ ત્રણ દિવસે રાત્રિના સમયેઆ ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું. ચોરીની આ ઘટના અંગે કારખાનાના માલિક મિતેશભાઈ પ્રવીણચંદ્ર શાહ રહે. એ. 30/3 શાલીભદ્ર એપાર્ટમેન્ટ શિલ્પીનગર કાળાનાળા એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નેધાવતા બોરતળાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અહેવાલ : ફિરોજ મલેક ભાવનગર

Share This Article
poster 04poster 04
Ad imageAd image
- Advertisement -
poster 03poster 03