Education: ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર પ્રાથમિક શાળા નંબર 8માં ગુરુવારને રોજ શિયાળુ રમતોત્સવ ની ઉજવણી કરવામાં આવી. રમતોત્સવની શરૂઆતમાં શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટે રમતોત્સવનુ મહત્વ અને વિવિધ રમતો રમવાથી કેવા કેવા કૌશલ્ય અને ગુણોનો વિકાસ થાય છે
Thank you for reading this post, don't forget to subscribe!અલ્પાબેન કટુડિયા અને શોભનાબેને પણ રમતો રમવાથી થતા ફાયદાઓ ની વાત કરી બાળકોને રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.શાળાના બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. બાળકોની વયકક્ષા અનુસાર વિવિધ રમતો રમાડવામા આવી હતી. સંગીત ખુરશી ,લીંબુ ચમચી, દોડ, લાંબીકુદ, સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ, કોથળાદોડ, ત્રિપગી દોડ, ફુગ્ગા ફોડ, કબડ્ડી, ખો-ખો , લોટફુંક રસ્સાખેંચ વગેરે રમતો બાળકો ખુબ ઉત્સાહ પૂર્વક રમ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવી હતી.